યૌનપથની તીવ્ર ખંજવાળ… સ્ત્રીઓને મુંઝવતું વિશિષ્ટ દર્દ…

યૌનપથની તીવ્ર ખંજવાળ(white discharge)… સ્ત્રીઓને મુંઝવતું વિશિષ્ટ દર્દ…

યોનિની અંખર તીવ્ર ખંજવાળ આવે છે, ત્યારે સ્ત્રીની મૂંઝવણ ખૂબ વધી જાય છે. તેની આ પ્રકારની સમસ્યા તે કોઈને કહી શકતી નથી. ખૂબ શરમ પણ અનુભવે છે. બહાર જવાનું પણ ટાળે છે.

આવી સમસ્યાથી પીડાતી સ્ત્રીઓએ મુંઝાવાની કે શરમ અનુભવવાની જરૂર નથી. શરીરમાં જેમ શરદી, માથાનો દુખાવો કે અન્ય દર્દો થતાં હોય છે, તેમ આ પણ એક પ્રકારનું શારીરિક દર્દ છે. ઉપર્યુક્ત દર્દ વિષે જેમ આપણે શરમ કે મૂંઝવણ અનુભવવાના નથી, એમ આ દર્દ વિષે પણ ચિકિત્સક પાસે જઈ વાત કરવી જોઈએ.

 

Read More: વારંવાર થઇ જતા ઉલ્ટીના દર્દને મટાડતો સરળ આયુર્વેદિક ઉપચાર

યોનિના અંદરના ભાવે આવતી ખંજવાળને આચાર્ય ચરકે અચરણા યોનિવ્યાપદ્ નામ આપ્યું છે.

આવી ખંજવાળ આવવાનાં કારણોમાં આધુનિક તબીબી વિજ્ઞાન કહે છે કે યોનિમાં સૂક્ષ્મ જીવાણુના સંક્રમણને કારણે ખંજવાળ આવે છે. બીજા કારણમાં કેટલીક બહેનોને મધુમહેની સમસ્યા હોય તો પણ યોનિમાં ખંજાવાળ આવે છે. એ ઉપરાંત વિવિધ ચામડીનાં દર્દોને કારણે પણ ખંજવાળ આવી શકે છે. મેનોપોઝ પછી ઇસ્ટ્રોજન (estrogen) હોર્મોનની ઉણપને કારણે ખંજવાળ આવે છે.

ઉપચાર ક્રમ:

યોનિના અંદરના ભાગમાં આવતી ખંજવાળની ફરિયાદ લઈને આવતી બહેનોને ઉપયોગી થાય એવા સામાન્ય ઉપચારક્રમનું નિરૂપણ કરું છું, જેનાથી ઘણી બહેનોની ઉપર્યુક્ત ફરિયાદનું ઝડપી નિરાકરણ લાવી શકાયું છે.

કામદુધારસ:

મોતીની ભસ્મ, પ્રવાલભસ્મ, મુક્તાશુક્તિભસ્મ, કોડી ભસ્મ, શંખભસ્મ, શુદ્ધિ ગૈરિક ભસ્મ વગેરે ઔષધદ્રવ્યોના સંયોજનથી કામદુધા રસ તૈયાર કરવામાં આવે છે.

કામદુધારસનો મુખ્ય ગુણ પિત્તદોષનું શમન કરવાનો છે, શરીરમાં પિત્તદોષનું આધિક્ય હોય ત્યારે જીવાણુઓનું સંક્રમણ સરળતાથી અને વૃદ્ધિ ઝડપથી થાય છે. યોનિનો અંદરનો ભાગ પિત્તદોષની વિશેષ અસરથી મુક્ત રહી શકતો નથી. અહીં પિત્તદોષ કફના સહયોગથી યોનિના અંદરના ભાગની ખંજવાળને તીવ્ર બનાવી દે છે.

 

Read More : એલર્જી(Allergy) એટલે શું?

કામદુધારસ તેના શીતગુણથી પિત્તદોષનું શમન કરે છે. અને તેના તૂરા ગુણથી કફનું શમન કરે છે. પરિણામે યોનિગત તીવ્ર ખંજવાળ ઝડપથી મટે છે.

કામદુધારસની એક થી બે ગોળી સવારે-સાંજે વાટીને ઘી + સાકર સાથે લઈ શકાય.

હળદર કડુનો યોગ:

હળદરનો કંડૂઘ્ન ગુણ જાણીતો છે. કંડૂનો અર્થ થાય છે ખંજવાળ. હળદરના તીક્ષ્ણ ગુણથી કફ દોષનું વિલયન થાય છે.

કડુ રક્તગત પિત્તનું વિભાજન કરી ઝાડા વાટે બહાર ધકેલી દે છે.

આમ, ઉપર્યુક્ત ઔષધયોગથી કફ અને પિત્ત બંને દોષોનું શુદ્ધિકરણ થાય છે. જે યોનિગત ખંજવાળમાં ખૂબ ઉપયોગી છે. હળદરના ગાંઠીયાને ગાંધીને ત્યાંથી લાવી, આખે આખા શેકી નાખવા. કડુને પણ તવીમાં શેકી નાંખવું. આ બંનેનો પાવડર કરી સરખા ભાગે મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણમાંથી એક-એક ગ્રામ જેટલું લઈ મધમાં મેળવી ચાટી જવું.

એન્ટિસેપ્ટિક વોશ:

એક ટમ્બલર લઈ તેમાં પાણી લેવું. આ પાણીમાં કોઈપણ એન્ટિસેપ્ટિક પ્રવાહીના ત્રણથી ચાર ટીપાં નાંખી હલાવી તેનાથી યોનિના ભાગને દિવસમાં બેથી ત્રણ વાર સાફ કરવો.

Read More: એડીમાં હાડકું વધવાના ઉપચાર માટે ૭ કુદરતી ઉપાયો

આહાર  જીવનશૈલી:

દરેક રોગમાં આહાર અને જીવનશૈલીનું અનુસરણ ખૂબ ઉપયોગી છે. ઔષધોનું કામ દર્દના વધી ગયેલા જોરનો વિધ્વંસ કરવાનું છે. પણ ફરી એ દર્દ ન થાય એ માટે યોગ્ય આહાર અને જીવનશૈલી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

  • સંભોગ પહેલાં ગુપ્તાંગોની સફાઈ કરવી.
  • સંભોગ પછી ગુપ્ત અંગોને પાણીથી સાફ કરવા. પાણીમાં એન્ટિસેપ્ટિક પ્રવાહીનાં ટીપાં નાંખવા.
  • સ્નાન કરતી વખતે પણ ગુપ્ત અંગોની બરાબર સાફ-સફાઈ કરવી.
  • અંદરના પહેરવાનાં કપડાં રોજે-રોજ બદલવા. જૂના કે મેલા કે કધોણા થઈ ગયેલાં કપડાં ગરમ પાણીમાં ધોવા અથવા તો ફેંકી દેવા.
  • માસિક વખતે વપરાતાં કપડાં પણ ગરમ પાણીથી સાફ કરવા અને બે-ત્રણ માસિક પછી ફરીથી વાપરવા નહિં. સેનેટરી નેપકીનનો ઉપયોગ પણ હિતાવહ નથી.

આહાર:

  • વાસી ખોરાક, ફ્રીઝ, ડીપ ફ્રીઝમાં મૂકેલો ખોરાક શરીરના દોષો વધારે છે.
  • દહીં, ટામેટાં, બ્રેડ, સેન્ડવીચ, પિત્ઝા, મેંદો વગેરે ન ખાવા.
  • શીંગ અને ચણા, વાલ – વટાણા, રાજમા વગેરે કઠોળ બંધ. સોયાબીન ન ખાવા.

ઉપર્યુક્ત ઉપચારક્રમ, આહાર – જીવનશૈલીનું અનુસરણ કરવાથી યોનિગત તીવ્ર ખંજવાળ ઝડપથી મટાડી શકાય છે.

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

9825368884

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)