વાયરલ સમસ્યાઓનું નિવારણ આયુર્વેદ વિજ્ઞાન પાસે છે.

વાયરલ સમસ્યાઓનું નિવારણ આયુર્વેદ વિજ્ઞાન પાસે છે.

 

જર્મનીની ફ્રાન્કફર્ટ યુનિવર્સીટી મેડિકલ સ્કૂલના વાયરોલોજીસ્ટ જીન્ડરીક સીનાટી (Jindrich Cinati) એ સાર્સના વાયરસને અટકાવવા માટે લિકોરાઇસ (liquorice) નામના છોડના અર્ક પર કરેલું સફળ સંશોધન

ગમે તેટલો વરસાદ પડતો હોય, ગમે તેટલી ઠંડી પડતી હોય કે ગમે તેટલો તાપ પડતો હોય તો પણ આપણા શરીરનું ઉષ્ણતામાન ૯૮.૪° ફેરનહીટ રહેવું જોઈએ.

આ નિયત તાપમાનથી શરીરની તાંત્રિક પ્રક્રિયાઓ સુચારુરુપથી ચાલ્યા કરે છે. આ તાપમાનમાં વધઘટ થાય તો શરીરની નૈસર્ગિક કાર્યવાહીમાં ગડબડ ઉભી થવાના ચિન્હો વ્યક્ત થાય છે.

શરીરના તાપમાનને સામાન્ય રાખવાની જવાબદારી મસ્તિષ્કમાં આવેલ હાઈપોથેલેમસની હોય છે.

શરીરમાં પુરતા પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિ – ઈમ્યુનિટિ પાવરનો સંચય થયેલો હોય તો શરીરમાં પ્રવેશતા વિષાણુથી, જીવાણુઓ કે પેરેસાઈટસનો પુરા જોશથી સામનો થઇ શકે છે. પરંતુ ચોમાસા જેવી ઋતુ, ભેજવાળી આબોહવા સતત રહેતી હોય તેવો પ્રદેશ, દોષો ઉત્તેજિત થાય તેવા ખોરાકનું વિશેષ સેવન, વધુ પડતો સંભોગ, ઉજાગરા જેવી વિક્રિયાઓથી શરીર નબળું પડે છે; ત્યારે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ ક્ષીણ થાય છે. આવા સંજોગોમાં શરીરમાં કોઈ વિષાણુઓ, પેરેસાઈટસ કે જીવાણુઓ શરીરમાં દાખલ થાય તો શરીર પુરતા પ્રમાણમાં સામનો કરી શકતું નથી.

આવા ઝેરીલા તત્વો હાઈપોથેલેમસના ઉષ્મા નિયમન તંત્રમાં પણ વિક્ષેપ ઉભો કરે છે. પરિણામે શરીરનું તાપમાન સામાન્ય કરતા વધવા માંડે છે અને વિવિધ પ્રકારના તાવ પેદા કરે છે.

 

વાયરલ ફીવર 

(Viral Fever)

વાયરલ ફીવર વાયરસના ચેપથી પેદા થાય છે. આવા વાયરસ વિભિન્ન પ્રજાતિઓના હોય છે.

આવા વાયરસ રોગીષ્ટ વ્યક્તિના ઉચ્છવાસ, છીંક, ઉધરસ, થૂંક વગેરેથી ફેલાય છે. જેની રોગપ્રતિકારક ક્ષમતા ક્ષીણ થઇ ગઈ છે તેવી વ્યક્તિના શરીરમાં આવા વિષાણુઓ પ્રવેશે ત્યારે તેની સંખ્યામાં અનેક ગણો વધારો થવા માંડે છે. અને શરીરમાં જાત-જાતના ચિન્હો પેદા થાય છે.

 

વાયરલ ફીવર (Viral Fever)ના ચિન્હો –

ફીવરમાં દર્દીના શરીરનું તાપમાન ૧૦૩° થી ૧૦૬° ફેરનહીટ સુધી પહોંચી જાય છે.

આખા શરીરમાં કળતર થાય, ખુબ થાક, અશક્તિ લાગેગળામાં કંઇક ખૂંચતું હોય, કંઇક બાઝી ગયું હોય તેવું લાગે.

શરદી થઇ જાય, ખાંસી પણ આવે.

આંખોમાં બળતરા થાય. માથું દુઃખે.

ભૂખ ન લાગે, ખોરાક પ્રત્યે અરુચિ થાય.

ઉબકા – ઉલ્ટી થવા જેવું થાય.

અપચો થાય, ક્યારેક ઝાડા થઇ જાય.

 

ઉપચારક્રમ

વાયરલ ફીવરમાં નબળાય ખૂબ લાગે છે એટલે આરામની ખાસ જરૂર પડે છે. આ ઉપરાંત કેટલાક આયુર્વેદિક ઔષધો વાયરલ ફીવરમાં ખુબ ઉપયોગી છે.

 

તુલસીનો ઉકાળો

તુલસીમાં વિષાણુઓની વૃદ્ધિના સાયકલને તોડી પાડવાની ક્ષમતા રહેલી છે. તુલસીના વીસથી પચીસ પાન લેવા. એક ગ્રામ જેટલી સૂંઠ અને પાંચ ગ્રામ જેટલો ગોળનો ભૂક્કો લઇ એક કપ પાણીમાં મેળવી તપેલીમાં ધીમા તાપે ઉકાળવું.

એક-બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળવું. સાધારણ ઠંડુ થાય એટલે ચાની જેમ પીવું.

તુલસીનો ઉકાળો દિવસમાં બેથી ત્રણ વાર પિ શકાય. સૂંઠમાં દીપન પાચન ગુણ રહેલો છે. જેથી અરુચિ દૂર થવા માંડે છે. ભૂખ લાગે છે. શરીરમાં જમા થયેલ કચરો (કલેદ)ને પકાવી શરીરમાંથી દૂર કરવાનું મહત્વનું કામ સૂંઠ કરે છે. જેથી વિષાણુઓને વધવા માટેનું માધ્યમ ખતમ થઇ જાય છે.

ગોળમાં તત્કાળશક્તિ વધારવાનો ગુણ રહેલ છે. આ ઔષધયોગથી વાયરલ ફીવારને કારણે નબળું પડેલું શરીર ફરી ચેતનવંતુ બને છે.

 

લક્ષ્મીનારાયણરસ & Viral Fever

હિંગુલ, ગંધક, ટંકણખાર, વચ્છનાગ, કડુ, અતિવિષ, પીપર, ઇન્દ્રજવ, અભ્રકભસ્મ અને સિંધાલૂણ

જેને દંતીમૂળ અને ત્રિફળાના ઉકાળામાં ત્રણ-ત્રણ વાર ઘૂંટવામાં આવે છે.

લક્ષ્મીનારાયણરસની એક એક રતીની ગોળી દિવસમાં બે વાર આદુના રસ સાથે સવારે-સાંજે લેવી જોઈએ.

ભૈષજ્ય સંહિતાની આ ફોર્મ્યુલા છે. સામાન્ય રીતે સૂતિકા જ્વરમાં ઉપર્યુક્ત ઔષધ પ્રયોજાય છે.

પ્રસૂતિ પછી સ્ત્રીઓનું શરીર વિશેષ પ્રમાણમાં ક્ષીણ થઇ જાય છે. આવા સમયે શરીરનું બળ (ઈમ્યુનિટિ પાવર) ઓછું હોય છે. વિષાણુઓ કે જીવાણુઓ સામે લડવાની ક્ષમતાઘણી ઓછી થઇ ગઈ હોય છે. જેથી વાયરસ શરીરમાં પ્રવેશીને સરળતાથી તેઓની સંખ્યામાં વધારો કરી જ્વર પેદા કરે છે. આયુર્વેદ આને સૂતિકા જ્વરથી ઓળખે છે.

 

સૂતિકા જ્વરમાં પ્રયોજાયેલું આ ઔષધ વાયરલ ફીવરમાં તેટલું જ ઉપયોગી છે. ૯૨ વર્ષની વયના જામનગર – ગુજરાતના સુપ્રસિદ્ધ વૈદ્યરાજ શ્રી બાલકૃષ્ણભાઈ દવે લક્ષ્મીનારાયણરસ વાયરલ ફીવરમાં વાપરવાનું અમને કહેતા. ત્યાર પછી અમે ઘણા દર્દીઓમાં ઉપર્યુક્ત ઔષધ ઉપયોગમાં લીધું છે અને ખૂબ સારા પરિણામો મળ્યા છે.

 

આયુર્વેદના વિદ્યાર્થીઓ આ પરંપરાને જાળવશે તો તેઓને મોટા જનસમૂહની સેવા કરવાનો અવસર મળશે.

 

અતિવિષ & Viral Fever

આયુર્વેદનું આ કિંમતી ઔષધ છે. અતિવિષની કળીને સાધારણ ખાંડવાથી ઝડપથી પાવડર થઇ જાય છે. અતિવિષની કળીનો બે ચપટી (પીંચ) દિવસમાં બેથી ત્રણ વાર લઇ શકાય. તેનાથી પરસેવો થવા માંડે છે. શરીરનું તાપમાન ઝડપથી સામાન્ય આંક પર આવે છે.

જેઠીમધ

અગાઉ મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલા જેઠીમધના લેખમાં વાયરસથી ફેલાતી સમસ્યાઓમાં જેઠીમધના ઉપયગ વિશેની માહિતી અને આપી હતી.

જેઠીમધની ત્રણથી ચાર ગોળીઓ મોંમાં રાખી ચગળવી. બજારમાં મળતી જેઠીમધની ગોળીઓમાં મેન્થોલ મિક્સ કરવામાં આવે છે. આવી મેન્થોલવાળી જેઠીમધની ગોળીઓથી ઘણાને ચચરાટ થાય છે. જેથી શુદ્ધ જેઠીમધની ગોળીઓ ઉપયોગમાં લેવી.

જેઠીમધની ગોળીઓથી ગળામાં આળાશ, ચચરાટ દૂર થાય છે. ખાંસી અને શરદી મટે છે. અને વાયરસથી થતાં તાવમાં ખૂબ ફાયદો કરે છે.

 

જર્મન વૈજ્ઞાનિકો અને જેઠીમધ

જર્મનીની ફ્રાન્કફર્ટ યુનિવર્સીટી મેડિકલ સ્કૂલના વાયરોલોજીસ્ટ જીન્ડરીક સીનાટી (Jindrich Cinati) તથા તેમના સાથીઓએ એક છોડમાંથી કાઢેલા અર્કનો ઉપયોગ કરીને સાર્સ – severe acute respiratory syndrome – SARS – ને મટાડવાનો સફળ પ્રયોગ કર્યો છે. લિકોરાઈસ નામના છોડમાંથી મળતા આ અર્કને ગ્લીસરાઈઝીન કહેવામાં આવે છે.

સાયન્સ જર્નલ નેચરમાં પ્રગટ થયેલા આ સંશોધન અનુસાર આ અર્ક સાર્સના વાયરસને હંફાવી શકે છે.

ગ્લીસરાઈઝીન અર્ક લેવાથી સાર્સના વાયરસ મનુષ્યના કોઈ એક લક્ષિત કોષસાથે જોડાય જઈને તેની પર આક્રમણ નથી કરી શકતો. એટલું જ નહિ પણ વાયરસથી વૃદ્ધિ પણ આ નવા ઔષધથી અટકી જાય છે. પરિણામે વાયરસ એક કોષ પરથી બીજા કોષ પર એટલી ઝડપથી જી શકતો નથી.

લિકોરાઈસ એ લેટિન નામ છે. જેને આપણે જેઠીમધના નામથી ઓળખીએ છીએ.

  

 

 વૈદ્ય સુષમા હીરપરા

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)