સફેદ પાણી પડવું – અકસીર આયુર્વેદ ઉપચાર!

સફેદ પાણી પડવાની સમસ્યા ઘણી બહેનોને હોય છે. સામાન્ય રીતે દરેક સ્ત્રીને કોઈ પણ ઉંમરમાં ચીકાશયુક્ત સ્ત્રાવ થતો હોય છે અને એ જરૂરી પણ હોય છે. કારણ કે એનાથી ગર્ભાશયના રોગો થતા અટકે છે, અને યોનિ માર્ગ સૂકો થઈ જતો નથી, જેથી જીવાણુઓનું સંક્રમણ અટકે છે.

લ્યુકોરિયા: Vaginal discharge

પરંતુ કેટલીક સમસ્યાઓ દૂર રાખજે આ પ્રવાહીનું પ્રમાણ તેની જરૂરિયાત કરતા વધવા માંડે ત્યારે એ સ્વયં એક સમસ્યાનું રૂપ ધારણ કરે છે, જેને આધુનિક પરિભાષામાં લ્યુકોરિયા કહે છે.

આમ તો, આ સમસ્યા ઘાતક, મારક કે અત્યંત પીડાકારક ન હોવાને કારણે બહેનો ઘણીવાર તેના તરફ બેદરકાર રહે છે.

ગર્ભાશય ગ્રીવા પર ચાંદી:

સફેદ પાણી પડવું તે એક સ્વતંત્ર સમસ્યા છે. આમ છતાં, ક્યારેક તે લક્ષણરૂપે જોવા મળે છે. જેમ કે ગર્ભાશયની ગ્રીવા પર ચાંદી પડે ત્યારે સફેદ પાણી પડવું એ એક લક્ષણ હોય છે.

આધુનિક સારવાર: 

આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં ગર્ભાશયની ગ્રીવા પર પડેલી ચાંદીને કોટરાઈજેશન (cauterization) કરાવવાની સલાહ અપાય છે. આમાં બે પ્રકારે સારવાર કરાય છે. ૧. Electric Cauterization ૨.Cryo Cauterization.

આ સાથે એન્ટિબાયોટિક્સ અને અન્ય ઔષધો આપવામાં આવે છે.

Vaginal discharge આયુર્વેદિક સારવાર

ધીરજ રાખીને સારવાર કરવામાં આવે તો ગર્ભાશયની ચાંદી અને સફેદ પાણી પડવાની સમસ્યા સરળ ઉપાયોથી મટાડી શકાય છે.

ફટકડી

આ સમસ્યામાં સ્વચ્છતા, ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ દર્દની તકલીફવાળી બહેનોએ ફુલાવેલીનો બે ચપટી પાવડર લઇ સાધારણ ગરમ પાણીમાં નાખી ગુપ્તાંગોની સફાઈ કરવી જોઈએ.

ફટકડીનો એક ગુણ સ્તંભક છે. જેથી ચીકાશયુક્ત પ્રવાહીનો સ્રાવ ઘટાડે છે. એ ઉપરાંત તેમાં ચાંદીને ઝડપથી રુઝવવાનો ગુણ પણ છે.

કમરનો દુખાવો

આની સાથે જેમને કમરનો દુખાવો રહેતો હોય તો એક મોટા ટબમાં નવશેકું ગરમ પાણી ભરી તેમાં થોડી ફટકડી નાખીને તેમાં થોડી વાર બેસવાથી ચાંદીમાં, સફેદ પાણી પડવામાં અને કમરના દુખાવામાં રાહત થાય છે.

લઘુ વસંતમાલતી:

થાક, અશક્તિ, ચક્કર કે પગની પીંડીઓની કળતર દૂર કરવા માટે અને શરીરમાં સ્ફૂર્તિ લાવવા માટે ગર્ભાશય પર પડેલી ચાંદીને ઝડપથી મટાડવા માટે ‘લઘુ વસંતમાલતી’ ઉત્તમ ઔષધ છે.

ખાપરીયું, મરી, માખણ, હિંગુલ વગેરેથી બનેલ આ લઘુ વસંતમાલતીમાં, આધુનિકો જેના પર આજકાલ ઘણું સંશોધન કરી રહ્યાં છે તે Zinc – જસત – આમાં મુખ્ય ઘટક છે.

ઉદુમ્બર અવલેહ: 

ઉંબરાના વૃક્ષની છાલથી આ અવલેહ બનાવાય છે. આમાં પણ કષાય ગુણ રહેલો છે, જે રુઝ લાવવામાં મદદરૂપ થાય છે. અને સફેદ પાણી પડતું અટકાવે છે.

એરંડ ભ્રષ્ટ હરીતકી: 

કબજિયાત કોઈ પણ રોગને વધારે છે. માટે, સારવાર દરમિયાન ક્લીનીંગ (cleaning) ખૂબ જરૂરી હોય છે. રાત્રે સૂતી વખતે એરંડ ભ્રષ્ટ હરીતકી, ત્રિફલા, ગરમાળો, હરડે વગેરેમાંથી લેવાથી દોષોની શુદ્ધિ થતાં સારવાર ઝડપી અસરકર્તા બને છે.

પિચુધારણ: 

યોનિમાં પોટલી મૂકવાની ક્રિયાને ‘પિચુધારણ’ કહે છે. ચોખ્ખું, મુલાયમ કાપડ આશરે ૪x૪ ઈંચનું લઈ તેમાં મેડિકેટેડ રૂ મૂકીને પોટલી વાળીને દોરાથી બાંધવી. અને દોરી લાંબી રાખવી.

હાથ સાબુથી ધોઈને ચોખ્ખા કર્યા પછી તે પોટલીને ઇરિમેદાદિ તેલ અથવા એરંડિયામાં બોળી રાખવી. એકાદ મિનિટ પછી એ પોટલી યોનિમાં ઊંડે મૂકવી. અને દોરો બહાર રાખવો. આ પ્રયોગ રાત્રે સૂતી વખતે જ કરવો.

સવારે ઊઠીને દોરીથી પોટલી ધીમે રહીને બહાર ખેંચીને ફેંકી દેવી.

ઇરિમેદાદિ તેલ ઉત્તમ પ્રકારનો ‘રોપણ’ ગુણ ધરાવે છે. દિવેલ પણ ઝડપથી રુઝ લાવે છે તથા શ્રેષ્ઠ એન્ટિસેપ્ટિક પણ છે.

આનાથી ગર્ભાશય ગ્રીવા પર પડેલી ચાંદી ઝડપથી મટે છે.

સૂચના:

સારવાર દરમિયાન શરીર સંબંધ સંપૂર્ણ બંધ રાખવો જરૂરી હોય છે.

ઠંડો, વાસી, ખાટો ખોરાક, ઉજાગરા, ચિંતા રોગને વધારે છે. માટે એનાથી દૂર રહેવું.

No Repetitions: 

ફરી ફરીને આ યોનિગત ચેપ ન થાય એ માટે કોઈ એન્ટિસેપ્ટિક પ્રવાહીના ચાર-પાંચ ટીપા પાણીમાં મેળવીને ગુપ્તાંગોને નિયમિત રીતે દિવસમાં બે વખત સાફ કરવા.

Dr Kinshuk Parikh

gujarathealth365@gmail.com

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)