પોતાના નિયત સ્થાનેથી નીચે ઉતરી આવતાં ગર્ભાશય માટે શસ્ત્રક્રિયા કરાવતાં પહેલાં થોડી રાહ જુઓ…

Uterine Prolapse

પોતાના નિયત સ્થાનેથી નીચે ઉતરી આવતાં ગર્ભાશય માટે શસ્ત્રક્રિયા કરાવતાં પહેલાં થોડી રાહ જુઓ…

આયુર્વેદિક ઉપચારથી ગર્ભાશય ભ્રંશની સમસ્યા કાયમી મટાડી શકાય છે.

ગર્ભાશય ભ્રંશ/Uterine Prolapse:

ગર્ભાશય પોતાના નિયત સ્થાનેથી ખસી જાય, તેને ગર્ભાશય ભ્રંશ – પ્રોલેપ્સ કહે છે. કેટલીક સ્ત્રીઓને નીચે ઉતરી આવેલું ગર્ભાશય યોનિપ્રદેશમાંથી બહાર ઘસી આવે છે. આમાં મુખ્ય કારણોમાં પ્રસવ વખતની ઇજા અને  શ્રોણિબંધનો  – પેલ્વિક લિગામેન્ટ્સ (Pelvic Ligaments) ઉપરનું ખેંચાણ મુખ્ય છે.  80 થી 90 ટકા ભ્રંશ – પ્રોલેપ્સ પ્રસૂતિ દરમિયાન અથવા તો પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન બંધનો ઢીલાં પડવાથી અથવા સ્નાયુઓને ઈજા પહોંચવાથી થાય છે.

ડીલીવરીની પહેલી અવસ્થા – first stage of Labour માં ગ્રીવા પૂરેપૂરી ખૂલે એ પહેલાં જો સ્ત્રી જોર કરે તો ભ્રંશ થવાની સંભાવના વધી જાય છે.

ફોર્સેપ્સ:

બાળકના માથાને ચીપિયા – ફોર્સેપ્સ લગાવીને ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ કેટલીક વાર ભ્રંશ થાય છે. આ ઉપરાંત, પ્રસૂતિ પછીના સમયગાળામાં  ભારે કામના ઢસરડા, વજન ઊંચકવું, વગેરેથી ઢીલી  થયેલી માંસપેશીઓ અને સ્નાયુઓ વધુ શિથિલ થતાં ગર્ભાશય ભ્રંશ થાય છે.

તિ આરામ:

દોઢ-બે મહિનાનો વધુ પડતો આરામ પણ માંસપેશીઓને ઢીલી કરી નાખે છે. માટે  હરવા-ફરવાની પ્રક્રિયા કે હળવી કસરતો પ્રસૂતિ પછીના અઠવાડિયા થી ચાલુ કરી દેવી જોઈએ.

તેલ માલિશ:

તેલમાલિશથી  પણ માંસપેશીઓ મજબૂત થઈ શકે છે.

આયુર્વેદ:

આયુર્વેદ શાસ્ત્રમાં સ્નાયુઓને માંસધાતુની ઉપધાતુ ગણી છે. માંસધાતુ  શિથિલ થવાથી  સ્નાયુઓના બંધનો ઢીલાં પડે છે. પરિણામે ઉપર્યુક્ત સમસ્યા ઊભી થાય છે. પ્રસવની સમગ્ર પ્રક્રિયા દરમિયાન અને પ્રસૂતિ પછી વાયુદોષને વૃદ્ધિ થતી હોય છે.  જે માંસધાતુને શિથિલ કરે છે.

શસ્ત્રક્રિયા – ઓપરેશન:

આધુનિક તબીબીશાસ્ત્રમાં ગર્ભાશય ભ્રંશનો એકમાત્ર ઉપાય શસ્ત્રક્રિયા છે. જ્યારે આયુર્વેદ વિજ્ઞાન આ સમસ્યાને ઓપરેશન વિના પણ મટાડી શકે છે.

ઉપચારક્રમUterine Prolapse

 

ધીરજ રાખી આયુર્વેદિક ઉપચાર કરવામાં આવે તો ગર્ભાશય ભ્રંશની સમસ્યા મટાડી શકાય છે.

અશ્વગંધા ક્ષીરપાક:

અશ્વગંધાનો પાવડર અડધી ચમચી જેટલો લઇ એક કપ દૂધ અને એક કપ પાણીમાં નાખીને ઉકાળવું. સ્વાદ પ્રમાણે સાકર અને ઈલાયચી નાખીને, એક કપ બાકી રહે ત્યારે ગાળીને રોજ સવારે-સાંજે ખાલી પેટે લેવું.

અશ્વગંધાનો સ્નિગ્ધ અને  મધુર ગુણ વાયુનો નાશ કરે છે. ઉપરાંત, માંસ ધાતુને પુષ્ટ કરવાનો ગુણ ધરાવે છે.  માંસધાતુ પુષ્ટ થતા સ્નાયુઓ પણ મજબૂત બને છે. અશ્વગંધામાંના તૂરા રસનો  અંશ શિથિલ થયેલા સ્નાયુબંધનો અને ઢીલી થયેલી માંસપેશીઓને સુદ્રઢ કરે છે.

ઈરિમેદાદિ તેલ:

ખદિર, વડની છાલ, નાગરમોથ, જાયફળ, કપૂર, લોદરા, ગૈરિક, લાખ, ઈલાયચી વગેરે ઔષધો રહેલા છે.

યોનિપ્રદેશની બહાર નીકળતાં ગર્ભાશય પર (હાથને સાબુથી સાફ કરીને) ઈરિમેદાદિ તેલ લગાડવું. અને પછી હાથથી યોનિમાં દબાવી દેવું. થોડીવાર સૂઇ રહેવું. આ પ્રમાણે દિવસમાં જરૂર પ્રમાણે ૩-૪ વાર કરવું.

આ પ્રમાણે કરવાથી થોડા સમયમાં ગર્ભાશય બહાર નીકળતું બંધ થઈ જાય છે.

પિચુધારણ:

ગર્ભાશય બહાર નીકળતું બંધ થયા પછી પણ કોટન પીસ (રૂ) ને એક ચોરસ ચોખ્ખા સુતરાઉ કપડામાં મૂકી પોટલી બનાવી, દોરો બાંધીને, બાકીનો દોરો લાંબો રાખવો. એ પોટલી (પિચુ) ઈરિમેદાદિ તેલમાં પલાળી યોનિના અંદરના ભાગમાં મૂકવી. રાત્રે સૂતી વખતે મૂકવી. સવારે દોરો ખેંચીને પોટલી બહાર કાઢી ફેંકી દેવી.

ઈરિમેદાદિ તેલનો  મુખ્ય ગુણ પ્રદુષ્ટ થયેલી માંસધાતુને શુદ્ધ કરવાનો છે. ઘણીવાર ગર્ભાશયની અંદર – બહારની બાજુએ ચાંદીઓ પડી જતી હોય છે. ઈરિમેદાદિ તેલથી આવી ચાંદીઓ ઝડપથી મટે છે. સફેદ પાણી આવતું બંધ થાય છે.

આ ઔષધિ શિથિલ થઈ ગયેલી માંસપેશીઓ અને ઢીલા પડી ગયેલાં સ્નાયુબંધનોને ફરી સશક્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

 

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

gujarathealth365@gmail.com

 

 

 

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)