વારંવાર થ્રોટ ઇન્ફેક્શન માટે આયુર્વેદિક ટીપ્સ

સાદ બેસી જવો…

ગળું આળું થવું…

વારંવાર થ્રોટ ઇન્ફેક્શન (Throat Infection)…

વગેરે માટે આયુર્વેદિક ટીપ્સ…

એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી સાકર અને અડધી ચમચી ગાયનું ઘી નાખીને ચાની જેમ ઘૂંટડે ઘૂંટડે, દિવસમાં ચાર વાર પીવાથી થ્રોટ ઇન્ફેક્શનમાં તાત્કાલિક રાહત થાય છે.

અમિતાભ બચ્ચન કે અર્નબ ગોસ્વામીનો સાદ-અવાજ એકાએક બેસી જાય તો?

આ કલ્પના જ તોફાની છે, દુઃખદ છે. ઉપદેશ, મનોરંજન, શિક્ષણ તર્ક-દલીલ અને ગાળાગાળી વધુ સ્થગિત થઈ જાય.

જાદુ: અવાજનો જાદુ માણસના વ્યક્તિત્વ પર ચાર ચાંદ લગાવે છે. અને એટલે જ દરેક વ્યક્તિને અને એમાં પણ ખાસ કરીને કલાકારોને એવી ઇચ્છા હોય છે કે તેમનો અવાજ ઊંડી ખીણ તરફ ખળખળ વહેતાઝરણાઓના ધ્વનિ જેવો હોય, લતા મંગેશકર જેવો હોય.

સાદ-અવાજ કોને બેસી જાય?

જાહેર સભાઓમાં જોર-જોરથી ભાષણ આપનારાઓ, જોર-જોરથી લગ્ન ગીતો ગાનારાઓ, ધર્મશાસ્ત્રોના મોટે-મોટેથી ગાન કે સ્તવન-પાઠ કરનારા ઓના અવાજ બેસી જાય છે.

અતિગીત: રિયાઝ ન હોય અને એકાએક લાંબો સમય સુધી ભજન-કીર્તન કે ગીતો ગાનારનો અવાજ બેસી જાય.

અભિઘાત: બહુ જોરથી ઉલટી થાય કે કઠણ ખોરાક કે ચીજ ગળાની નીચે ઉતારતાં સ્વરપેટીને ઈજા પહોંચે છે, ત્યારે સાદ બેસી જાય છે.

Re-fluxes: 

પેટમાં રહેલો એસિડ જ્યારે નીચે જવાને બદલે ઉપરની તરફ ઉથલો મારે તેને refluxes કહે છે. આવું જેને અવારનવાર થતું હોય તેમનો પણ અવાજ બેસી જાય છે.

Throat Infection: 

ગળામાં સોજો, થોડો તાવ અને શરદીમાં આવાજ બેસી જાય છે. આમાં મુખ્ય દોષ પિત્ત હોય છે.

કોઈ પણ કારણસર મોંથી શ્વાસ લેનાર નો અવાજ બેસી જાય છે.

Fatigue: 

કાયમ થાકની બૂમો પાડતા હોય, જેમણે ખૂબ શારીરિક કે માનસિક શ્રમ વેઠ્યો હોય તેમનો અવાજ બેસી જાય.

આડ-અસર: શરદી-કફ કે ઉધરસ-શ્વાસ ને તત્કાળ મટાડતી કેટલીક ભારે દવાઓથી અવાજ બેસી જાય છે.

ચિકિત્સાક્રમ

અવાજ-સાદ બેસી જવાની સમસ્યા આમ તો સાવ સામાન્ય લાગે, અને ક્યારેક ઘરગથ્થુ ઈલાજોથી મટી પણ શકે છે. પરંતુ કેટલીકવાર એ શરીરતંત્રની કોઇ ગંભીર ક્ષતિના કારણે હોય તો તેની વ્યવસ્થિત તપાસ જરૂરીબની રહે છે.

અક્ષયવટી: જેઠીમધ અને બહેડાનો ઘન કાઢીને આ ગોળી તૈયાર કરવામાં આવે છે. જેઠીમધ અને બહેડાનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી પણ એટલો જ ફાયદો થાય છે.

અક્ષયવટી દિવસમાં ૨-૩ ગોળી મોઢામાં રાખીને ધીમે-ધીમે રસ ગળામાં ઉતારતા જવો, જેથી સ્વરતંત્ર પર લિપ્ત કફ અને તેની આસપાસનો સોજો દૂર થાય છે.

જેઠીમધ: 

જેઠીમધનો ટુકડો કે જેઠીમધનો શીરો પણ મોંમાં મૂકીને ચગળવાથી અવાજ ખુલે છે. અવાજની ગુણવત્તા સુધરે છે.

ઘૃતપાન: 

જમ્યાના છેલ્લા કોળિયામાં, ગરમ ભાતમાં ગાયનું ઘી નાંખીને ખાવાથી અથવા ગરમ દૂધ સાથે ચોખ્ખું ઘી એકથી બે ચમચી પી જવાથી વાયુની આક્રમકતા ઘટતા અવાજ ખુલી જાય છે.

કોગળા: 

ગરમ પાણીમાં નમક નાખીને દિવસમાં ૩ થી ૪ વાર કોગળા કરવાથી સ્થાનિક બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શન દૂર થાય છે અને સોજો ઉતરતા અવાજ ખુલી જાય છે.

    વૈદ્ય સુષમા  હીરપરા

Email: gujarathealth365@gmail.com

Contact No: +91-9825368884

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)