મિત્રો અને પ્રિયજનોને વિમુખ કરતી મહાસમસ્યા- દેહ દુર્ગંધ!

સિંહને કોઈ કહેતું નથી કે તારા મોંમાંથી દુર્ગંધ આવે છે. દરેક વ્યક્તિનો અહમ્ સિંહ જેવો જ હોય છે. રખેને, તેમને ખરાબ લાગી જશે, એમ માનીને કોઈ કહેતું નથી કે તેમના મોંમાંથી વાસ આવે છે. કદાચ એવું પણ બને કે તમારા મોંમાંથી દુર્ગંધ આવતી હોય અને તમને ખબર પણ ન હોય, પરંતુ સામેની વ્યક્તિ તમારાથી દૂર રહેવાનું પસંદ કરે ત્યારે તમારી આ સમસ્યા વિષે સાવધ થઈ જવું પડે. મોંમાંથી દુર્ગંધ બે કારણથી આવે છે. એકતો દાંતની સમસ્યાથી અને બીજું ઉચ્છવાસની દુર્ગંધથી. પરસેવાની દુર્ગંધ: ટ્રેન, બસ કે જ્યાં વધુ ભીડ જમા થતી હોય ત્યાં ઘણી વ્યક્તિઓના પરસેવાની દુર્ગંધનો અનુભવ ઘણાને થતો હોય છે. એમાં પણ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં અને ભેજવાળી ઋતુમાં આ સમસ્યા વિશેષ થાય છે. ઘણી વ્યક્તિઓને એટલો બધો પરસેવો થતો હોય છે કે તેના શર્ટ – પેન્ટ કે અન્ય પહેરવેશ પર ક્ષારના સફેદ ધબ્બાઓ પડી જતા હોય છે. આમાંની કેટલીક વ્યક્તિઓનો પરસેવો અતિ દુર્ગંધિત હોય છે. આવી વ્યક્તિઓની બાજુમાં બેસવુંપડે ત્યારે ખરેખર ઉબકા આવી જાય તેવું થઈ જાય છે. ઘણી વ્યક્તિઓ રોજ રોજ સ્નાન કરતી હોતી નથી. તો કેટલીક વ્યક્તિઓ એકના એક કપડાં બીજા – ત્રીજા દિવસે પણ પહેરતાં હોય છે. એમાં પણ ખાસ કરીને અંદરનાં કપડાં – અંડરવેર્સ, જો બે – ત્રણ દિવસ સુધી બદલવામાં ન આવે તોપરસેવાની ગંધ તીવ્ર બની જતી હોય છે. પગનાં તળિયામાં વિશેષ પરસેવો થતો હોય તેવી વ્યક્તિઓ જો એકના એક મોજાં વધારે દિવસ પહેરી રાખે કે પહેરેલા બૂટની બરાબર સાફ-સૂફી ન થાય તો તેમાંથી તીવ્ર ગંધ આવતી હોય છે. આવી વ્યક્તિઓ જો બાજુમાં ગોઠવાય જાયતો આપણે ઊભા થઇને બીજી જગ્યા શોધવી પડે છે. મેદસ્વીઓની દુર્ગંધ: વધુ પડતી ચરબી ધરાવતી વ્યક્તિઓને વિશેષ પ્રસ્વેદ થાય છે. મેદ ધાતુ વગેરે દોષોથી આક્રાંત થાય ત્યારે મેદસ્વી વ્યક્તિઓનો પ્રસ્વેદ દુર્ગંધયુક્ત થાય છે. મધુમેહની દુર્ગંધ: જેમને ડાયાબિટીસ થવાનો હોય તેના સંકેતરૂપે તેવી વ્યક્તિઓના ચામડી, મળ, મૂત્રમાંથી દુર્ગંધ આવતી હોય છે. પ્રમેહની શરૂઆતમાં પિત્ત વગેરે દોષો અને બગડેલી ધાતુઓ કોથ (સડો લાવવાનો ગુણ) સ્વભાવી હોવાથી દુર્ગંધ આવવાનીશરૂઆત થાય છે. પિત્તનો પૂતિ ગુણ: શરીરમાં પિત્તદોષ વધે તેવા આહાર અને જીવનશૈલીને અનુસરવાથી પિત્તદોષની ઉગ્રતા વધે છે. પિત્તમાં પૂતિ ગુણ – સડો લાવવાનો ગુણ રહેલો છે. પિત્તમાં જ્યારે આમ – અપકવ અંશ રહેલો હોય છે, ત્યારે વધુ દુર્ગંધ આવે છે. આવું પિત્ત જે – જે સ્થાનમાં જાય તે – તે જગ્યાએ દુર્ગંધ પ્રસરાવે છે.

Read more

હોરર શો…!!?? અને અરુચિ…??!!

હોરર શો…!!?? અને અરુચિ…??!! Horror show disadvantages in gujarati “જુઓને બેન, અમારી દીકરી ક્રિશા છેલ્લાં પંદર દિવસથી કંઈ ખાસ ખાતી પીતી નથી, બહુ આગ્રહ કરીએ ત્યારે માંડ એકાદ રોટલી અને થોડું શાક ખાય. વધારે કહીએ કે ધમકાવીએ તો ઉબકા ખાવા માંડે અને ક્યારેક ઉલ્ટી પણ થઇ જાય. પહેલાં તો કેટલું વ્યવસ્થિત જમી લેતી હતી. કોણ જાણે કેમ એને શું થઇ ગયું છે? પાડોશીએ કહ્યું એટલે નજર પણ ઉતરાવી જોઈ, પણ કાંઈ ફેર પડતોનથી.” દીકરીની ચિંતા કરતાં મીનુબેને ઉપર પ્રમાણે ફરિયાદ કરી. કોઈ બીમારી જેમ કે તાવ, એસિડિટી, કબજિયાત વગેરે કાંઈ નથી ને? એની તપાસ કર્યા પછી મેં પૂછ્યું કે સગાંસંબંધીમાં કોઇ અજુગતો બનાવ બન્યો હોય કે અકાળે અવસાન થયું હોય… આબધું પૂછ્યા પછી પણ અરુચિ થવાનું મૂળ કારણ મળતું નહોતું. ડિટેઈલમાં હિસ્ટ્રી વખતે એમ જ એક આડવાત કરતાં પૂછ્યું, “ક્રિશા, તું ટી.વી. જુએ છે?” ક્રિશાએ કહ્યું, “હા, હું તો બધા જ પ્રોગ્રામ

Read more

કેન્સર ફોબિયા: મોઢામા ચાંદા પડવા

  કેસ સ્ટડી: કેન્સર ફોબિયા Stomatitis   મોં અને જીભ પર પડેલી સામાન્ય ચાંદીમાં ગાયના દૂધના કોગળા દિવસમાં ત્રણથી ચાર વાર કરવા અને ગાયના દૂધમાં ઈલાયચી નાખીને બનાવેલો આઈસ્ક્રીમ ખાવાથી ચમત્કારિક રીતે રુઝ આવી જાય છે.   “જો મને કેન્સર ન હોય તો પછી દસ-બાર મહિનાથી હું પીડાઉ છું, નિયમિત દવા લઉં છું, છતાં પણ મને મટે કેમ નહિ? તમે મને લખી આપો કે મને કેન્સર નથી.” ડૉકટરે તમામ ટેસ્ટ કરાવ્યા પછી રિપોર્ટમાં લખ્યું – કેન્સર ફોબિયા. કેન્સર ના હોવા છતાં સતત તેના મિથ્યાભયથી ફફડતા મનનભાઈનું ડૉક્ટરે આ નિદાન કર્યું.   દર્દ નો સમય જેમ જેમ લંબાતો જતો હતો, તેમ મનનભાઈ માનવા માંડ્યા કે હું કોઈક ના મટે તેવા દર્દથી પીડાઈ રહ્યો છું. આવી ઘર કરી ગયેલી પ્રબળ માન્યતાને કારણે તેમને રાત્રે પૂરતી ઊંઘ પણ નહોતી આવતી. Please follow and like us:

Read more

Enjoy this blog? Please spread the word :)