પેઈન મેનેજમેન્ટ

પેઈન મેનેજમેન્ટ…

ક્રોધ, ભય, કામ – આ બધી મનની વિભાવનાઓ છે. તેની સીધી અસર આપણી અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ પર પડે છે. જેને કારણે અંતઃસ્ત્રાવોનું નૈસર્ગિક સંતુલન ખોરવાય છે. અને શૂલ pain પેદા થાય છે.

દુઃખાવાનું વિજ્ઞાન: 

આજનું વિજ્ઞાન કહે છે કે anger (ક્રોધ)થી હૃદયના ધબકારા વધી જાય છે, અને બ્લડપ્રેશર પણ વધે છે. Angerની અસર આપણા શરીરના એડ્રીનાલિન હોર્મોન પર થાય છે, જેને કારણે મસ્તિષ્કના કોષો અને સ્નાયુઓને ગ્લુકોઝનો સપ્લાય વધે છે; તો બીજી તરફ હોજરીમાં ગ્લુકોઝ સપ્લાય ઘટતા પાચન નબળું પડે છે અને પેટનો દુઃખાવો થાય છે.

આમ, શરીરમાં થતાં દુઃખાવા પાછળ મનની ભૂમિકા પણ મહત્વની છે.

કારણની તપાસ:

દુઃખાવાનું મૂળ કારણ શોધવા માટે દર્દીની મનઃસ્થિતિ, શારીરિક દોષોનું સંતુલન, તેની વિષમતા, તેની ઉગ્રતાની તપાસ, નાડી પરીક્ષણ કે અન્ય આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે.

ભ્રામક માન્યતા: 

આયુર્વેદમાં લાક્ષણિક ચિકિત્સા કરવામાં આવતી નથી અને મૂળ કારણની સારવાર કરવાને કારણે આયુર્વેદમાં હંમેશા મોડું રીઝલ્ટ મળે છે એ માન્યતા ખોટી છે – ભ્રામક છે.

રોગ એક કારણ અનેક:

કમરનો દુઃખાવો: 

બેંક મેનેજર બહેનને કમરનો દુઃખાવો હતો. જાતે જ પેઈન કીલર ટીકડીઓ રોજ લેતા. પણ જ્યાં સુધી પ્રભાવ હોય ત્યાં સુધી સારું લાગે, પછી ફરી પાછો દુઃખાવો ચાલુ થઇ જતો.

નાડી વગેરે જોયા પછી તેમને યુરીન ફ્રિકવન્સી વિષે પૂછતા જણાવ્યું કે મારે વારંવાર જવું પડે છે, બળતરા પણ થાય છે, યુરીન પીળો આવે છે અને ક્યારેક એ જગ્યાએ ખંજવાળ પણ આવે છે.

નિદાન કર્યુ. યુરીનરી ટ્રેક ઇન્ફેકશન (U.T.I.) અને તેનું કારણ હતું વાયુ-પિત્ત.

સારવાર: 

રસાયણચૂર્ણ એક-એક ચમચી જમ્યા પહેલા લેવાનું કહ્યું અને ઉપર એક ગ્લાસ્સ પાણી પીવાનું કહ્યું. થોડી પરેજી પાળવાની કહી.

પાંચ દિવસમાં એમનો કમરનો દુઃખાવો સંપૂર્ણ માટી ગયો હતો. બીજા પંદર દિવસ ચાલુ રાખવા કહ્યું.

બીજા એક ભાઈને પણ કમરનો દુઃખાવો હતો. સવારે ઉઠે ત્યારે કમર જકડાયેલી હોય. થોડીવાર ચાલી પણ ન શકાય. જેમ-જેમ સમય પસાર થાય એમ એમ કમરનો દુઃખાવો માટી જાય. બપોરે એમ લાગે કે દુઃખાવો જ નથી.

આમ: 

આ પ્રકારના કમરના દુઃખાવામાં આમ (અપક્વ આહારરસ)નું કારણ હતું. આમનું પાચન થાય એ માટે એ ભાઈને જમ્યા પછી અગ્નિતુંડીવટી એક-એક ગોળી આપી. અખો દિવસ ગરમ પાણી પીવાનું કહ્યું. એમનો દુઃખાવો માટી ગયો.

આમ, રોગ ભલે એક જ હોય પણ તેના કારણો જુદા જુદા હોય છે અને સારવાર પણ અલગ હોય છે.

વિવિધ દુઃખાવા

માથાનો દુઃખાવો: Headache

આયુર્વેદમાં માથાના દુઃખાવા અગિયાર પ્રકારના છે જેમાં જુદા જુદા દોષોની ભૂમિકા હોય છે. પરંતુ આજકાલ માઈગ્રેનનો દુઃખાવો વ્યાપક છે. માઈગ્રેનમાં સામાન્ય રીતે પિત્તની વિષમતા હોય છે. ટામેટા, દહીં, મેંદો, શીંગ, રીંગણ, સ્પાયસી ફૂડ વગેરે પિત્તને વધારે છે. તે બંધ કરવા જોઈએ.

સારવાર: 

ગોદંતી ભાસ્મેક ગ્રામ લઇ તેમાં એક ચમચી ગાયનું ઘી અને એક ચમચી સાકરનો પાવડર મિક્સ કરીને સૂર્ય ઉગે તે પહેલાં ખાલી પેટે લેવું.

આનાથી માઈગ્રેનની સમસ્યાનો કાયમી ઉકેલ આવે છે.

દાઢનો દુઃખાવો: Toothache

દાંતના પેઢામાં સોજો હોય લોહી નીકળતું હોય, અસહ્ય દુઃખાવો થતો હોય તો એ વાયુ અને પિત્તનું કારણ હોય છે.

સારવાર: 

સામાન્ય રીતે ચામડીના દર્દોમાં વપરાતું ઔષધ મંજીષ્ઠાદિ ઘનવટીની બે-બે ગોળી જમ્યા પછી લેવી. કડવો રસ પિત્તનું શમન કરે છે. આનાથી પેઈનકીલર ટેબ્લેટ્સ કરતા પણ ઝડપી પરિણામ જોવા મળે છે.

કાનનો દુઃખાવો: Earache

કાન એ વાયુનું મકાન છે, અને વાયુનું શ્રેષ્ઠ ઔષધ તલનું તેલ છે. ક્ષારતેલ એ તલના તેલમાં બનાવેલું હોય છે.

સારવાર: 

મેડિકલ સ્ટોરમાંથી ઈયરબડ લાવી એને ક્ષારતેલમાં બોળી કાનમાં ફેરવવી. સવાર-સાંજ કરવાથી કાનનો દુઃખાવો મટે છે.

ગરદનનો દુઃખાવો: Neckpain

એક જ પોઝિશનમાં વધારે વાર સુવાથી કે ઓશિકું મોટું લઈને સુવાથી ઘણાને ગરદનમાં દુઃખાવો થાય છે. જકડાઈ જાય છે. આમાં મહદ્દઅંશે આમ – અપક્વ આહાર અંશ કારણ હોય છે.

સારવાર: 

એક દિવસનો ઉપવાસ કરવો અને અખો દિવસ નવસેકું ગરમ પાણી પીવું. સાંજ સુધીમાં પેઈનકીલર વગર દુઃખાવો મટે છે.

સર્વાઈકલ સ્પોન્ડીલાઇટીસ: Cervical Spondilitis

આમાં પણ ગરદન દુઃખે છે. ગળાનો બેલ્ટ પહેરવાની સલાહ આપવામાં આવે છે. આવા દર્દમાં ઘણીવાર હાઈ બ્લડપ્રેશર પણ રહે છે. આયુર્વેદની દ્રષ્ટિએ વાયુ ઉપર કફ કે પિત્તનું આવરણ હોય છે જેને કારણે અસહ્ય દુઃખાવો થાય છે.

સારવાર: 

અર્જુન ટેબ્લેટ સવાર-સાંજ બે-બે ગોળી દૂધ સાથે લેવી. ઉપરાંત, લઘુક્રવ્યાદરસની એક-એક ગોળી જમ્યા પછી લેવી.

ALL IN ONE:

કોઈ પણ પ્રકારના દુઃખાવામાં આ બ્રીથીંગ એકસરસાઈઝ અકસીર પૂરવાર થયેલી છે. ઊંડો શ્વાસ લઈને તેને શરીરમાં જેટલી સેકંડો માટે રોકી શકો, રોકી રાખો. પછી ધીમેથી શ્વાસ બહાર કાઢો. ફરી-ફરીને આ કરવાથી સ્થાનિક દોષો દૂર થવાથી દુઃખાવો ઝડપથી અલોપ થઇ જાય છે.

  વૈદ્ય સુષમા હીરપરા

+91-9825368884

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)