“ચોમાસું ક્યાંક આસપાસ છે…” છીંકો અને શરદીના એટેક…

Monsoon in Gujarati

વહેમી માનસમાં શુકન – અપશુકનના સરવાળા – બાદબાકી કરાવતી છીંકો વિષેનું વિજ્ઞાન સમજવા જેવું છે.  રોજની ચાલીસ – પચાસ છીંકો આવતીહોય તેવી વર્ષો જૂની શરદી મટાડવા નો આયુર્વેદિક ઉપચાર…

હાક… છીં… હાક… છીં…

એક, બે, ચાર, દસ, બાર છીંકો આવતા ગોપાલભાઈની પત્ની છાયાબેન બારીની બહાર જોવા લાગ્યા. અને બોલી ઉઠ્યા, ‘અરે… આજે તો આટલોતડકો છે અને છતાં તમને છીંકો ચાલુ થઈ ગઈ?’

છીંકોથી પરેશાન ગોપાલભાઈ હસી પડ્યાં. હસતા હસતા બોલ્યા, ‘ચોમાસું ક્યાંક આસપાસ છે…’

અને કલાકમાં તો પવન સાથે વાદળો ખેંચાઈ આવ્યા. આમ ગોપાલભાઈની જેમ વરસાદના એંધાણ ઘણા માણસોને અચાનક શરૂ થઈ ગયેલી છીંકો પરથી વર્તાઈ જાય છે.

Monsoon in Gujarati

છીંક વિષેનું વિજ્ઞાન:

બહારની હવા સાથે પ્રદૂષિત ધુમાડો, ધૂળના રજકણો, સુગંધિત પદાર્થો શ્વાસ દ્વારા નાકની અંદર જાય છે ત્યારે તેમાંના ઉત્તેજક વિજાતીય તત્વોસામાન્ય રીતે નાકની આગળના ભાગમાં આવેલા વાળ અને ચીકાશયુક્ત સ્તરમાં ચીટકી જાય છે. ઉપર્યુક્ત બાહરી તત્વોમાં મહદંશે પાર્થિવ તત્વોરહેલાં હોય છે કે જેને શરીર એ જ સ્વરૂપમાં સ્વીકારતું નથી. સુગંધ પણ પૃથ્વી મહાભૂતનો જ એક સૂક્ષ્મ અંશ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ પાર્થિવ અંશોએટલા હળવા હોય છે કે તેઓ હવા ઉપર આસાનીથી તરી શકે છે અને વાયુ સાથે સંમિશ્રિત થઈને એક હળવું વાદળ રચે છે. આ વાદળ જ્યાં જ્યાંગતિ કરે, પ્રસરે ત્યાં ત્યાં સુગંધ મહેકી ઉઠે છે. સામાન્ય રીતે આ પાર્થિવ અંશોને નાકમાંનું ચીકણું સ્તર આકર્ષી લે છે. અને તેને આગળ વધવા દેતુંનથી. પરંતુ જ્યારે વાયુદોષ તેના રુક્ષગુણથી નાકની આગળના ભાગમાં આવેલા ચીકાશયુક્ત સ્તરને સૂકું (dry) કરી દે ત્યારે હવામાં રહેલા ઉત્તેજકવિજાતીય તત્વો નાકના માર્ગે આગળ વધે છે અને સીધા પહોંચી જાય છે શ્રુંગાટક મર્મ પાસે.

મર્મ:

મર્મ એટલે શરીરનો એવો ભાગ કે જ્યાં થોડી પણ ઇજા મૃત્યુનું કારણ બની શકે છે. અથવા તો એ ભાગના અવયવોનો કર્મક્ષય થાય છે. શ્રુંગાટક મર્મનેઆ બાહરી તત્વનો સ્પર્શ થતાં જ ત્યાંના સંવેદન કેન્દ્રો છંછેડાઈ જાય છે, જેને કારણે તીવ્ર ગતિથી વાયુનો જબરજસ્ત ધક્કો અવાજ સાથે બહારની તરફફેંકાય છે, જેને આપણે છીંક કહીએ છીએ. ઘણીવાર છીંકો સાથે નાક દ્વારા ચીકણું પ્રવાહી છૂટવા માંડે છે. તેનો હેતુ પણ આ જ છે.

કાયમી શરદી:

નવી કે કાયમી જૂની શરદીના ઘણા દર્દીઓને પુષ્કળ છીંકો આવતી હોય છે. સવારે નહાઇને બાથરૂમની બહાર નીકળ્યા પછી કે સાંજના સમયે પચાસ – સાંઠ છીંકોનું ટાઈમટેબલ રોજિંદા ક્રમમાં ગોઠવાય જતું હોય છે. ગળાની હાંસડીના ઉપરના ભાગમાં આવેલી નાક, કાન, આંખ વગેરે ઇન્દ્રિયોનાઅગ્રભાગે, શ્રુંગાટક મર્મ પાસે ખુલતાં હોય છે. આ અગ્રભાગો પર જયારે કફનું આવરણ થાય ત્યારે એ કફના અવરોધને દૂર કરવા માટે વાયુ પ્રકુપિતથઈને બળપૂર્વક તેને છીંકો દ્વારા હટાવવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુધી એ અવરોધ દૂર ન થાય ત્યાં સુધી ઉપરા-ઉપરી છીંકો આવે છે.

Monsoon in Gujarati

ઉપચાર:

પોતાના પગને ધૂળ ન લાગે તે માટે એક તઘલધી રાજાએ પ્રધાનને આખી પૃથ્વીને ચામડાથી મઢી નાખવાનો હુકમ કર્યો. પરંતુ ચતુર પ્રધાને તેમકરવાને બદલે રાજાના ચરણોને જ ચામડાથી મઢી લીધા. આ વાર્તા આપણે જાણીએ છીએ.

પણ, પરદેશમાં વૈજ્ઞાનિકો ધૂળ, ધુમાડા, પોલન વગેરે પ્રદૂષિત હવાની એલર્જીથી બચવા માટે હેલ્મેટથી લગભગ ડબલ સાઈઝના ટ્રાન્સપરન્ટ માસ્કથીલઈને નાકની અંદર ગોઠવાય શકે તેવા ફિલ્ટરો બનાવે છે.

આયુર્વેદના ઋષિમુનિઓએ સુગંધિત અને પ્રદૂષિત હવાના સૂક્ષ્મ પાર્થિવ અંશો નાક દ્વારા આગળ ન વધે એ માટે નાકની અંદર આગળના ભાગનીઅંદરની દીવાલો પર ઘી કે તેલ આંગળીથી લગાડવાનું કહ્યું છે. તૈલી પદાર્થ સૂક્ષ્મ પાર્થિવ અને આકર્ષિત કરે છે. અને એને અંદર જતા રોકે છે.

નસ્યકર્મ:

નસ્યકર્મની વિધિ તો કાયમી રાહત આપનાર ઉપચાર છે. ષડ્બિંદુ તેલ કે દિવેલ (એરંડિયું) ને નવશેકું ગરમ કરીને, ગરદન નીચે ઓશીકું રાખીનેસૂઈને નાક ઉપર રાખી, નાકમાં છ થી સાત ટીપાં પાડવા. આનાથી વાયુદોષ શાંત થાય છે.

ગાદલા – ગોદડાની દુકાન ધરાવતા ઈકબાલભાઈને તેમના ધંધાને કારણે રૂની ડસ્ટ નાકમાં દાખલ થતાં જ છીંકો અને પુષ્કળ પાણી પડવાનીસમસ્યા ઘણા વર્ષોથી હતી. તેમને ઉપર પ્રમાણેની નાકમાં ઓઈલી પદાર્થ લગાડવાની સૂચના સાથે સિતોપલાદી ચૂર્ણનો પાઠ ઘરે બનાવવાનું કહ્યું.

Monsoon in Gujarati

સિતોપલાદી ચૂર્ણ:

સાકર – ૧૬ ભાગ, વંશલોચન – ૮ ભાગ, લીંડીપીપર – ૪ ભાગ, એલચી – ૨ ભાગ, તજ – ૧ ભાગના પ્રમાણમાં લઇ બારીક પાવડર બનાવવો. સવારે– સાંજે એક-એક ચમચી ચૂર્ણ લેવું. લાંબો સમય નિયમિત સિતોપલાદિ ચૂર્ણ લઈને ઈકબાલભાઈએ હંમેશ માટે શરદી મટાડી દીધી.

વધુ સમસ્યાઓથી ઘેરાયેલા શરદીના દર્દીઓ સિતોપલાદી ચૂર્ણમાં અભ્રક ભસ્મ અને શ્રુંગ ભસ્મ ઉમેરી શકે. આ ઉપરાંત સુવર્ણ વસંત માલતી, બ્રાહ્મરસાયણનું સેવન દર્દીના દોષ, પ્રકૃતિ અનુસાર કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ ઝડપથી વધે છે.

આમ, ગમે તેટલી જૂની શરદી પણ આયુર્વેદના ઔષધોથી મટે છે, જો દર્દીની ધીરજ રાખવાની અને પરેજી પાળવાની તૈયારી હોય તો…

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)