મેનોપોઝ

મેનોપોઝ

 

મેનોપોઝ ઍ ઍક સાદો અને સામાન્ય અનુભવ છે, જે દરેક સ્ત્રી ને તેના જીવનકાળ દરમિયાન થાય છે. જેમા તેને ક્રમશ: માસિક આવવાનુ બંધ થાય છે, અને આ કાળ પછી સ્ત્રી ને માતૃત્વ સામાન્ય રીતે પ્રાપ્ત થતુ નથી.

 

મેનોપોઝ આવવાના કારણો –

 

સ્ત્રીઓની ઓવરી મા સ્ત્રીબીજ (ઑવમ) રહેલા હોય છે , આ ઓવરી હૉર્મોન્સ પણ બનાવે છે, જેવાકે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્તેરોન . તે માસિક અને ઑવ્યુલેશન – ઑવમ બનવાની પ્રક્રિયા નુ નિયમન કરે છે, જ્યારે આ ઓવરી ઍ ઑવમ(બીજ) બનવાનુ બંધ કરે ત્યારે મેનોપોઝ નો કાળ ચાલુ થયો તેમ કહી શકાય.

 

મેનોપોઝ ના લક્ષણો –

 

હોટ ફ્લેશેસ – તેમા આખા શરીર મા અચાનક જ ગરમાવો થઈ જાય અને પરસેવો વળવા લાગે. આ પ્રક્રિયા થોડી મિનિટો ચાલે અને પછી સામાન્ય શરીર થઈ જાય. ઘણી સ્ત્રીઓમા આ ખૂબ તીવ્ર હોય છે,જ્યારે અમુક સ્ત્રીઓમા નહીવત પણ હોય છે.

 

આ સિવાય અન્ય પણ લક્ષણો જોવા મળે છે જેવાકે

* અનિયમિત માસિક

* ઉંઘ ના આવવી

* થાક લાગવો

* હતાશા/ ડિપ્રેશન આવવુ

* માથુ દુખવુ

* હ્રદય ના ધબકારા વધ-ઘટ થવા

* સ્નાયુ ઑ અને સાંધમા દુખાવો થવો

* જાતિય ઈચ્છાઓમા બદલાવ આવવો

* યોની ભાગ મા રુક્ષતા આવવી

* સ્વભાવ મા બદલાવ આવવો

* મુત્રાશય ને લાગતી તકલીફો થવી

* મૂડ સ્વિંગ થવા

 

બધીજ સ્ત્રીઓને આ બધા જ લક્ષણો જોવા મળતા નથી.

પણ થોડી ઘણી માત્રા મા જોવા મળે છે.

લાંબા ગાળા ની અમુક તકલીફો પણ મેનોપોઝ સાથે સંકળાયેલી છે.

* સ્નાયૂની નબળાઈ

* હાડકામા છિદ્રો ની શરૂઆત osteoporosis

* કરચલીઓ થવી wrinkles

* હ્રદય રોગો coronary heart diseases

* જોવામા તકલીફ થવી, મોતીયો પણ આવી શકે

* યાદશક્તિ નબળી થવી beginning of Alzheimer’s disease

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)