મૅનોપોઝને કારણે વધતી મેદસ્વિતા અંકુશમાં લઈ શકાય

મહિલાઓનો માસિક  સ્રાવ  ઉંમર વધે  તેમ  ધીમે  ધીમે  ઓછો અને બંધ થાય છે.  આશરે  ૪૫થી ૫૫ વર્ષની ઉંમરે પ્રક્રિયા પૂરી થતી   હોય છે.   મૅનોપોઝ આવી ગયા  બાદ સ્ત્રી માતા   બની શકતી નથી.  મૅનોપોઝ દરમિયાન  સ્ત્રીઓનું  અંડાશય  બીજ બનાવવાના   બંધ કરી દે   છે.  તે ઇસ્ટ્રોજન  અને    પ્રોજેસ્ટેરોન ઓછી માત્રામાં બનાવે છે.  આ બંને   એક પ્રકારના હોર્મોન  છે.

Menopause: હોર્મોનમાં  આવતા ચેન્જ

સ્ત્રીના શરીરમાં  હોર્મોનના ચેન્જ આવે છે તેને  કારણે મૅનોપોઝ આવે છે, જે  રજોનિવૃત્તિ તરીકે પણ ઓળખાય છે. માસિક પહેલા  ઓછું થાય છે અને  ધીમે  ધીમે  બંધ થાય છે.  કેટલીક  સ્ત્રીઓમાં  માસિક અચાનક બંધ થઈ જાય છે. એક વર્ષ સુધી  સંપૂર્ણ  રીતે માસિક ન આવે  ત્યારે તે મૅનોપોઝ કમ્પ્લિટ  થયો  ગણાય  છે. મૅનોપોઝનો   એક  પ્રકાર  સર્જિકલ મૅનોપોઝ પણ   છે.  તેમાં કેટલીક હોર્મોનથેરપી અને કેમોથેરપીને કારણે ઓવરીઝ- અંડાશયને ઑપરેશનથી બહાર  કાઢી  નાખવામાં આવે  છે.

Menopause: મૅનોપોઝનાં  લક્ષણો

માસિક  ધીમે ધીમે ઓછું થાય,  ધીમે ધીમે બંધ થઈ જાય, હોટ ફ્લેશિશ આવે  છે. તેમાં  અચાનક પરસેવો  થવા  માંડે છે. વહેલી  સવારે  પણ કોઈવાર ઊંઘમાં  પસીનો  છૂટી જાય છે. તે  વખતે એરકન્ડિશનમાં રહેવું જ જોઈએ તેવી લાગણી થાય છે. વાતવાતમાં ચિડાઈ જાય તેવું બને   છે. મૂડ વારંવાર બદલાયા કરે છે. ટેન્શન એકાએક વધી જાય છે. સ્વભાવમાં ઉદાસીનતા જોવા મળે  છે. ઘણીવાર   સાંધામાં દુખાવો  પણ  થાય છે.

Menopause: મૅનોપોઝમાં  વજન વધવાનાં  કારણો

  • જ્યારે સ્ત્રીઓનું માસિક સંપૂર્ણપણે બંધ થઈ જાય તેને  પોસ્ટ   મૅનોપોઝ સ્ટેજ કહેવાય છે.  મોટા ભાગે તે  દરમિયાન જ સ્ત્રીઓનું વજન વધી જાય છે. મૅનોપોઝ દરમિયાન ઇસ્ટ્રોજન અને   પ્રોજેસ્ટેરોન નામના    હોર્મોન જે ઓવરીઝમાં બને  છે  તે ઓછા બનવા માંડે છે. સંશોધનમાં જણાવ્યા પ્રમાણે તેને  કારણે વજન વધતું નથી.  માત્ર પેટની આસપાસ જ ચરબી જમા  થાય છે, પરંતુ હોર્મોનમાં     જે ચેન્જ  આવે છે   તેને કારણે   સ્ત્રીઓમાં   ડિપ્રેશન  કે એન્ગ્ઝાઇટી આવે છે. તેને  કારણે જ તેમને   વધુને વધુ  ખાવાની ઇચ્છા  થાય છે.
  • આ દરમિયાન સાંધામાં દુખાવા    થાય  છે, તેને  કારણે ઍક્સરસાઇઝ કરવાનું કે ચાલવાનું  પણ  સ્ત્રીઓ બંધ કરી દે છે. તેથી સમગ્ર શરીરનું  વજન વધવા માંડે છે.  મૅનોપોઝને  કારણે પેઢુના   ભાગમાં બે-ત્રણ ઇંચ વધારો થાય છે.  બાકીનો વધારો  સ્ત્રીઓના મૂડ સ્વિંગને આભારી  છે.

Menopause: વજન   વધવાથી ઊભા   થતાં  જોખમો

મૅનોપોઝમાં વજન વધી જવાથી બ્લડ પ્રશેર થઇ શકે છે. હાઇ બ્લડપ્રશેર અને હાઈ   કૉલેસ્ટ્રોલની સમસ્યા    થઈ   શકે  છે. ટાઈપ ટુ   ડાયાબિટીસ  થઈ શકે  છે. ટાઈપ ટુ  ડાયાબિટીસ    બહુધા ૪૦ વર્ષ પછી  જ થાય છે.  ટાઈપ  ટુ  ડાયાબિટીસ જન્મજાત કે હેરિડિટરી હોતો નથી.   હાર્ટ ડિસીઝ કે પ્તદયરોગનો હુમલો  કે પછી પેરાલિસીસનો  એટેક પણ તેને  કારણે આવી  શકે છે.

વજન વધતું  અટકાવશો કેવી   રીતે?

  • ખાવાનું ઓછું કરીને   કે પછી  હાઈ કેલેરી  ફૂડ ખોરાકમાંથી ઓછું કરીને અથવા તો નોર્મલ પ્રમાણ કરતાં ઓછું ખાઈને   મૅનોપોઝ પછી  વધી  રહેલું વજન   ઘટાડી શકાય છે. આમેય ઉંમર  વધવાની સાથે  પાંચનક્ષમતા ઓછી થતી  જાય છે.  
  • તમને ભૂખ   લાગે તે  પ્રમાણે જ ખાવું  જોઈએ.  જમવાનો સમય   થઈ  ગયો છે તેથી  કંઈક ખાઈ લેવું  જોઈએ તેવા ગણિત સાથે  ખાવું ન જોઈએ.  અઠવાડિયાની ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ એટલે કે રોજની ૨૦થી ૨૨ મિનિટ સુધી  કસરત કરવી જોઈએ. રોજબરોજના કામમાં પણ ઍક્સરસાઇઝ થાય તેવું  રાખવું જોઈએ. લિફ્ટને  બદલે પગથિયાં ચઢીને ઘરે જવાનું વલણ તમારે માટે ઉપકારક બની શકે છે. તેવી જ રીતે  નાની નાની વસ્તુ લેવા નજીકમાં   જવું હોય તો  ચાલતા જ જવું જોઈએ.
  • રેગ્યુલર મેડિટેશન  કરવું જોઈએ. તેનાથી ડિપ્રેશન અને એન્ગ્ઝાયટી   દૂર  થાય  છે.   મૅનોપોઝમાં આવી હોય  તેવી સ્ત્રીઓએ પોતાની  જાત સાથે   વાતો  કરવી  જોઈએ. દરેક સમસ્યા અંગે મનોમન  સવાલજવાબ કરીને તેનો  ઉકેલ  શોધવો જોઈએ. તેની  મદદથી દરેક  સ્ત્રી પોતે   જ પોતાના  કામકાજ અને ભોજન  માટેનું શિડ્યુલ બનાવી શકે  છે.
  •  રોજિંદા કામ પોતે  જ વ્યવસ્થિત કરવા જોઈએ.  તેમજ  ટીવી  જોતી વખતે જમવું ન  જોઈએ.   ટીવીમાં ઇમોશનલ ડ્રામા જેવાં દૃશ્યો આવે   ત્યારે ખાવામાં   માપ જળવાતું  નથી. ટીવી સામે   બેસીને ખાવ તો માત્ર  ફ્રૂટ ડિશ ખાવ, તે લાભકારક બની શકે છે . મૅનોપોઝ પછી વજન વધવાની   સમસ્યા થાય તેમણે  નાસ્તો  કરવાની આદત  છોડી દેવી જોઈએ.
  • બે  ટાઇમ રોટલી શાક, પાતળી અને મોળી  છાશ  લેવી જોઈએ, તેમજ સાંજે છ વાગ્યા પછી ભોજન   ન  લેવું જોઈએ.  છ વાગ્યા પછી નમક શરીરમાં ન જવું  જોઈએ. મોડી    સાંજે નમક લેવાને કારણે હાઇ બ્લડપ્રેશર હોય તેને  કારણે  શરીરમાંથી નીકળી  જવા પાત્ર પાણી  પણ  નીકળતું નથી અને વજન  વધ્યા જ કરે છે.

વિટામિન્સ કયા કયા લેવા  જોઈએ?

  • કેલ્શિયમ  લેવા  જોઈએ. હાડકાંની  મજબૂતી   માટે તે   આવશ્યક  છે. ઓસ્ટિયોપોરોસીસ  સામે  રક્ષણ આપે  છે. જ્યારે  તમારા  શરીરમાં કેલ્શિયમની  ઉણપ હોય ત્યારે શરીરને જે  જરૂરી   કેલ્શિયમ  હાડકાંમાંથી ખેંચી  લે છે.  તેથી   હાડકાં પોલાં  અને  છીદ્રાળુ  બને છે.   
  • તેથી   જ જ્યારે સાંધાના  દુખાવા  થાય તે  કેલ્શિયમ ઘટ્યાનો   પહેલો નિર્દેશ છે.   તેને  માટે આહાર શૈલી પણ જવાબદાર   છે. તેથી  કેલ્શિયમ લેવાનું  ચાલુ કરી  દેવું જોઈએ. હાડકાં મજબૂત હોય ત્યારે ગમે  તેટલી કસરત કરી શકો છો. કેલ્શિયમ સ્નાયુઓના સંકોચન માટે પણ ખૂબ જ જરૂરી છે. દા.ત. હૃદય ધબકતું હોય  ત્યારે   તેના સંકોચન   અને    વિસ્તરણ   માટે પણ કેલ્શિયમની બહુ  જ જરૂર પડે   છે.
  • કેલ્શિયમ  દૂધમાંથી, પનીરમાંથી,  છાશમાંથી, લીલા શાકભાજીમાંથી અને  કેળાંમાંથી મળે  છે. આ બધું  જ લઈ શકાય છે. વિટામિન-ડી   ફેટ  સોલ્યુબલ એટલે   કે ચરબીને   ઓગાળતું તત્ત્વ  છે. તમારી   ચામડીને  સૂર્યપ્રકાશ મળે તો  જ ચરબીને   ઓગાળનારું વિટામિન- ડી પેદા  થાય છે.  આ વિટામિન શરીરમાં કેલ્શિયમને    શોષી  લે  છે અને રોગપ્રતિકારક  શક્તિ પણ વધારે છે.

 

ઓમેગા  થ્રી   ફેટી એસિડ

આ પ્રકારના ફેટી એસિડ   શરીરમાં આવતા સોજા ઓછા કરે છે. જીર્ણ   રોગ  જેવા   કે આર્થ્રાઇટિસ, કૅન્સર, હાર્ટ  ડિસીઝના  જોખમને   ઘટાડે છે.  ઓમેગા  થ્રી   ફેટી એસિડ મગજના   કામ કરવાની શક્તિને પણ  સપોર્ટ   કરે છે. મૅનોપોઝ  પછીનું ડિપ્રેશન ઓછું  કરવામાં  મદદ  કરે છે.  ઓમેગા થ્રી  ફેટી એસિડ  ફ્લેક્સ  સીડ –અળસીમાંથી ભરપૂર પ્રમાણમાં મળે છે.  અળસીનો મુખવાસ અત્યારે લોકપ્રિય બની રહ્યો  છે. અખરોટમાંથી  પણ  ઓમેગા થ્રી ફેટી એસિડ  મળે છે.

ઘરેલુ  ઉપચાર

આયુર્વેદમાં દારૂહળદરને રસવંતી તરીકે  ઓળખવામાં આવે  છે. આયુર્વેદની દૃષ્ટિએ ચરબી ઘટાડવા માટેનું શ્રેષ્ઠ ઔષધ ગણાય  છે દારૂહળદર. તેમાં   બર્બેરિન   નામનું તત્ત્વ આવેલું હોય  છે.  બર્બેરિન (Berberine)નો  એક ગુણ ચરબીના   કણોને વિભાજિત કરીને શરીરમાંથી બહાર  કાઢવાનો છે. એકથી બે ગ્રામ જેટલો દારૂહળદરનો પાઉડર બકરીના   કે ગાયના દૂધમાં ઉકાળીને  લેવો  જોઈએ.

અન્ય ઉપચાર

વાવડિંગ,  સૂંઠ,  યવકક્ષાર, લોહભસ્મ,  આમળાં, જવના પાઉડરનું મિશ્રણ કરીને મધ સાથે  સવારે અને  સાંજે ચાટી  જવું. આચાર્ય  ચરક ઋષિએ સ્થૂળતા ઘટાડવા  માટે આ ઔષધિય  ઉપચાર ચરકસંહિતામાં આપેલો છે.  ચરબી ઘટાડવા  માટે આ ઉપચાર અકસીર અને  ઉપયોગી છે.

For Consultation:

Contact

Dr Kinshuk Parikh

8780925761

gujarathealth365@gmail.com

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)