આ ઉનાળામાં વારંવાર બ્લડપ્રેશર ઘટી જવાની સમસ્યામાં સરળ આયુર્વેદ સારવાર…

 ઉનાળામાં વારંવાર બ્લડપ્રેશર ઘટી જવાની સમસ્યામાં સરળ આયુર્વેદ સારવાર…

દોઢ કપ ગરમ પાણીમાં પા કપ દૂધ, અડધી ચમચી કોફી પાવડર અને બે ચમચી ખાંડ ઉમેરીને લેવાથી આંખોનાં પોપચાં ઢળી જવાની લો બી.પી. ની સમસ્યામાં ઝડપી સુધારો જોવા મળે છે.

અખાત્રીજના વર્ષીતપના પારણાંમાં સમયસર પહોંચી શકાય એ માટે સવારથી તણાવ અનુભવતા અમીબેન ઝડપથી ઘરમાં વ્યવસ્થાઓ ગોઠવી અને કાર સ્ટાર્ટ કરી. કારમાં A.C. ચાલુ હોવા છતાંબહારની ગરમી અને સ્ટ્રેસ પછી પિયર પહોંચ્યા ત્યારે લિફ્ટને આવવાની વાર હોવાને કારણે ઝડપથી પાંચમા માળે પગથિયા ચઢીને પહોંચી ગયા. ભાભીને શેરડીના રસથી કારણો કરાવ્યું. અને તરત ધબ્બ કરીને માથે હાથ દઈને બેસી પડ્યાં. અંધારા આવે છે, ચક્કર આવે છે એવું માંડ ધીમેથી બોલ્યા. એમની મમ્મીએ સાકર પાણી, લીંબુનું શરબત આપ્યા પછી દસ મિનિટે આંખ ખોલવાની ઇચ્છાથઈ.

આ ગરમીના દિવસોમાં યોજાતી શાળાની પરેડમાં જો બાળકોને વધુ સમય ઊભા રાખવામાં આવે તો તેમાંથી કોઈ બાળક આંખે અંધારા આવી જવાથી પડી જતું હોય છે, તે આપણે જાણીએ છીએ.

પગથિયા ચડવાથી કે સાધારણ શ્રમથી ઘણી વ્યક્તિઓના હૃદયના ધબકારા વધી જતા હોય છે. પરંતુ થોડીવાર પછી આરામની પળોમાં ધબકારા સામાન્ય થઈ જાય છે.

Low Blood Pressure કેમ થાય છે?

ઉનાળાના દિવસોમાં આપણને ઘણી જગ્યાએ પાણીની બૂમો સંભળાય છે. ખાસ કરીને ઊંચાઈવાળા ઘર, સોસાયટી કે ગામડાઓમાં વિશેષ હોય છે.

પાણીની પાઇપલાઇનમાં પાણીનો પ્રવાહ ઓછો હોય ત્યારે પૂરા ફોર્સથી – પૂરા દબાણથી પાણી આગળ વધતું નથી. પરિણામે છેવાડા કે ટોચના ઘર સુધી પાણી પહોંચતું નથી.

એ જ રીતે લોહીની ઓછપને કારણે તે રક્તવાહિનીઓની શિથિલતાને કારણે હૃદય પૂરતા પ્રમાણમાં જોર કે દબાણ લાવી શકતું નથી. પરિણામે મસ્તિષ્ક – મગજ અને પગની પીંડીઓ સુધી પૂરતાપ્રમાણમાં લોહી પર્યાપ્ત માત્રામાં પહોંચતું નથી.

આમ, રક્તનું – રક્તપ્રવાહનું ઓછું જોર લોહીનું નીચું દબાણ કે લો બ્લડપ્રેશર ના ચિન્હો પેદા કરે છે.

લો બ્લડપ્રેશર/Low Blood Pressureની વિશેષ ઓળખ:

  • આંખ આગળ કાળા ટપકા દેખાય. આંખે અંધારા અંધારા આવે છે.
  • ચક્કર આવે.
  • બગાસા આવે. કામ કરવાનું મન ન થાય.
  • થોડું કામ કરવાથી થાક લાગે. કામ ન કર્યુ હોય તો પણ થાક લાગે.
  • હૃદયના ધબકારા વધી જાય.
  • પગની પીંડીઓ દુખે. પાની દુખે. ક્યારેક પગમાં વાઢિયા પડે.
  • કામ દૌર્બલ્ય – ગુહ્ય અંગોમાં ઉત્તેજના મંદ થાય.
  • ક્યારેક ખૂબ ઊંઘ આવે. સવારે ઉઠ્યા પછી શરીર સુસ્ત – થાકેલું લાગે.

ઉપચારક્રમ:

બ્લડપ્રેશર ઘટી જવાના ઉપર્યુક્ત ચિન્હોમાંથી એકાદ-બે ચિન્હો જણાય ત્યારે બ્લડપ્રેશર મપાવી તેના ઘરગથ્થુ ઉપચાર કરવા.

તત્કાળ ઉપાય:

લીંબુના રસમાં સાકર, નમક, સંચળ, મરી પાવડર, ગ્લુકોઝ નાખીને શરબત પીવું. જે ચક્કર આવવા, અંધારા આવવામાં તરત રાહત મળે છે.

સૂંઠ, ગોળ, ઘી સરખા પ્રમાણમાં લઇને લસોટીને અડધીથી પોણી ચમચી લેવું. સૂંઠનાં બદલે ગંઠોડા – પીપરામૂળ પણ લઈ શકાય.

અગ્નિતુંડીવટી:

અજમો, વાવડીંગ, યવક્ષાર અને શુદ્ધ ઝેરકોચલા (નક્સ-વોમિકા) વગેરેથી અગ્નિતુંડીવટી બને છે. એક-એક ગોળી જમ્યા પછી લેવી.

 

દશમૂલારિષ્ટ:

૧૦ મિલિગ્રામ દશમૂલારિષ્ટમાં તેટલી જ માત્રામાં પાણી ઉમેરીને જમ્યા પછી લેવું.

વિષતિંદુકવટી, મકરધ્વજવટી, અશ્વગંધા, અગ્નિતુંડી વગેરે કોઈ પણ ઔષધ તમારા નજીકના વૈદ્યરાજના માર્ગદર્શન હેઠળ જ શરૂ કરવા હિતાવહ છે.

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

9825368884

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)