ઍસિડિટી (Heart Burn) કેમ થાયછે ? 

Heart Burn નામ હોવા છતાં, તેને Heart સાથે કંઈ લેવા દેવા નથી. જોકે, કેટલાક લક્ષણો, હૃદયરોગના હુમલા અથવા હૃદય રોગ જેવા જ છે.
Heart Burn અન્નનળી માં થતી બળતરા છે – અન્નનળી એક ટ્યૂબ છે જે તમારા ગળા અને પેટને જોડે છે. આ પેટ ના એસિડ ના કારણે થાય છે.આમા તમારા પેટ ના ઉપર ના ભાગ માં અથવા બ્રેસ્ટબોન ની નીચે  બળતરા ના કારણે બેચેની થાય છે.

Heart Burn – ઍસિડિટી કેમ થાયછે ? 

 લોવર એસોફેગલ સ્ફિનેક્ટર (LES) નામક સ્નાયુબદ્ધ વાલ્વ માં ગડબડ થવાથી હાર્ટબર્ન ની  સમસ્યા શરૂ થાય છે. જયાં અન્નનળી પેટમાં મળે છે ત્યાં આ વાલ્વ સ્થિત છે – પાંસળી પાંજરાની નીચે અને કેન્દ્રથી સહેજ ડાબી બાજુ.
 સામાન્ય રીતે, ગુરુત્વાકર્ષણની મદદથી, LES-વાલ્વ પેટનું એસિડ જ્યાં તે હોવું જોઈએ ત્યાં રાખે છે  – તમારા પેટમાં. જ્યારે તે યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે, ત્યારે વાલ્વ તમારા પેટમાં ખોરાક માટે અથવા તમને ઓડકાર આવે ત્યારે જ ખુલે છે, ને પછી ફરીથી બંધ થાય છે. પરંતુ જો વાલ્વ વારંવાર ખુલે છે અથવા તે વ્યવસ્થિત રીતે બંધ ન થાય તો, પેટ નુ એસિડ અન્નનળીમાં પ્રવેશી ને બળતરા કરે છે.
જો તમારો વાલ્વ જોઈએ તેટલા વ્યવસ્થિત રીતે બંધ નથી થતો, તો આ બે વસ્તુઓ એ સમસ્યાનું કારણ હોય શકે છે. એક અતિશય આહાર છે, જેના કારણે તમારુ પેટ વધુ પડતું ભરાઈ જાય છે. અન્ય તમારા પેટ પર ખૂબ દબાણ ના કારણે,જેમકે સ્થૂળતા, ગર્ભાવસ્થા, અથવા કબજિયાત.
ચરબી અને તેલ (પશુ કે શાકભાજી) ના અતિ પ્રમાણ વાળા ખોરાક ઘણીવાર heartburn
કરે છે, અને અમુક દવાઓ  પણ કરે છે. તણાવ અને ઓછી ઊંઘ  તમારા પેટમાં બનતા એસિડ નુ પ્રમાણ વધારી દે છે અને તેના કારણે પણ heartburn થાય છે.
જો તમે ગર્ભવતી હો, તો  પ્રોજેસ્ટેરોન હોર્મોન તમારા valveને શિથિલ કરી દે છે અને તેના કારણે પણ  થાય છે. ધૂમ્રપાન પણ એલઇએસને શિથિલ કરે છે અને પેટનું એસિડ વધારે છે.

Heartburn-ઍસિડિટી ની સમસ્યા ક્યાં સુધી રહે છે?

 તે દરેક માટે અલગ હોય છે. કેટલાક લોકો માટે, તે થોડી મિનિટો જ છે. કેટલીકવાર તે  કલાકો સુધી રહે છે.
હાર્ટબર્ન અઠવાડિયામાં એક વખત 20% જેટલા અમેરિકન્સ ને થાય છે અને તે સગર્ભા સ્ત્રીઓમાં સામાન્ય છે.
ક્યારેક થતું  હાર્ટબર્ન ખતરનાક નથી. પરંતુ લાંબા ગાળા માટે થતું ઍસિડિટી ગેસ્ટ્રોએસોફેગલ રીફ્લેક્સ ડિસીસ(જીઈઆરડી) તરીકે ઓળખાય છે જે, કેટલીકવાર ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે, જેમ કે:
● લાંબા સમય સુધી ઉધરસ
● લોરીંજાઇટિસ
● અન્નનળીમાં સોજા અથવા અલ્સર
● સાંકડી અન્નનળીના કારણે ગળવા ની સમસ્યાઓ
● બેરેટ્સ એસોફેગસ, એક એવી સ્થિતિ છે જેના કારણે એસોફેગલ કેન્સર થવાની શક્યતા વધી શકે છે.

 ઍસિડિટી /Heartburn લક્ષણો:

● ઘસારો.જો ઍસિડ રીફ્લક્સ ઉપલા એસોફેગલ સ્ફિન્ક્ટર ને પાર કરી જાય છે, તો તે ગળામાં (ફેરિંક્સ) અને વાઈસ બોક્સ (લેરિંક્સ) માં પણ દાખલ થઈ શકે છે, જેના કારણે ઘસારો અથવા ગળામાં બળતરા થાય છે.
● લેરીંજાઇટિસ
● ક્રોનિક સૂકી ઉધરસ, ખાસ કરીને રાત્રે. જીઈઆરડી અસ્પષ્ટ ઉધરસનું એક સામાન્ય કારણ છે. તે સ્પષ્ટ નથી કે જીઇઆરડી ના કારણે ઉધરસ શા માટે થાય છે અથવા વધી જાય છે.
● અસ્થમા. રીફ્લ્કસ એસીડ ના કારણે અસ્થમાને વાયુનલિકામાં બળતરા થવાથી અસ્થમા ની સ્થિતિ વધુ ગંભીર થઈ જાય છે. અને અસ્થમા અને તેની સારવાર માટે વપરાતી દવાઓ જીઈઆરડી ને વધુ ખરાબ બનાવી શકે છે.
● એવું લાગે છે કે તમારા ગળામાં એક ગઠ્ઠો છે.
● લાળમાં અચાનક વધારો
● દુર્ગંધ યુક્ત શ્વાસ.
● કાન નો દુખાવો
● છાતીનો દુખાવો / બેચેની

શું મારે ઍસિડિટી /Heartburn ની ચિંતા કરવાની જરૂર છે? 

● શું તમને જીઇઆરડી ના લક્ષણ છે અને ૨ થી વધુ અઠવાડિયાથી ઓવર-ધ-કાઉન્ટર દવાઓ સાથે સારવાર કરી રહ્યા છો?
● શું તમારા ઍસિડિટી ની પેટર્ન બદલાઈ છે? શું તે વધુ ખરાબ થઈ છે?
● શું તમારા લક્ષણોમાં રિગરગગીટેશન(તમારા પેટથી તમારા મોંમાં ગેસ અને થોડીક માત્રામાં ખોરાક નુ પાછું આવવું)નો સમાવેશ થાય છે ?
● શું તમેઍસિડિટી ના કારણે રાત્રે ઉઠી જાવ છો?
● શું તમને ગળવા મા તકલીફ થાય છે?
● શું તમને નોન-પ્રિસ્ક્રિપ્શન દવા લીધા પછી પણ ઍસિડિટી ના લક્ષણો રહે છે?
● શું તમને  અસ્થમા અથવા ગળામાં ઘસારા નો અનુભવ ભોજન પછી,સૂઈ જાવ ત્યારે, કસરત કરો ત્યારે, અથવા  મુખ્યત્વે રાત્રે વધુ થાય છે?
● શું તમને ન સમજાય તેવો વજનમાં અથવા ભૂખમાં ઘટાડો થાય છે?
● શું તમારા ઍસિડિટી લક્ષણો તમારી જીવનશૈલી અથવા દૈનિક પ્રવૃત્તિમાં દખલ કરે છે?
● શું તમને ઍસિડિટી નિયંત્રિત કરવા માટે નોન-પ્રિસ્ક્રિપ્શન દવાઓ ના વધારે ડોઝની જરૂર પડે છે?
 જો તમે આમાંના કોઈપણ પ્રશ્નનો જવાબ હા માં આપો છો, તો તમને નિશ્ચિત પણે તબીબી સહાયતા ની જરૂરિયાત છે.  લાંબા ગાળા થી તીવ્ર heartburn ની પીડા ધરાવતા લોકો ને વધુ ગંભીર સમસ્યાઓ થવા નો ખતરો વધી જાય છે. જેમ કે અન્નનળીનુ સંકુચન (સ્ટ્રીંકચર  ઓફ એસોફેગસ) અથવા બેરેટ્સ એસોફેગસ તરીકે ઓળખાતી સંભવિત પ્રીકેન્સેરસ સ્થિતિ.
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)