ડાયાબિટીસ દરમિયાન કયા કયા ફળો ખાઈ શકાય ?

ડાયાબિટીસ-Diabetes દરમિયાન કયા કયા ફળો ખાઈ શકાય જેનાથી સુગર વધે પણ નહી અને શરીર ને ફાયદો પણ થાય

અમેરિકન ડાયાબિટીસ અસોસિયેશન પ્રમાણે, ફળોમા ભરપુર માત્રા મા વિટામિન્સ અને મિનરલસ રહેલા હોય છે. અને ડાયાબિટીસ હોવા છતા ઘણા લોકો ને સ્વીટ ટૂથ હોય છે, ઍટલે તેમણે સ્વાદ મા ગોળ વાળુ ભાવતુ હોય છે પરંતુ ઍ ખાવાને બદલે જો નેચરલ સુગર વાળા ફળો ખાય તો ખૂબ સારુ રહે છે.

૧. સ્ટ્રૉબેરીસ અને બ્લ્યૂબેરિસ :

                 અમેરિકન ડાયાબિટીસ/Diabetes અસોસિયેશન પ્રમાણે, બેરીસ સુપર ફુડ ગણી શકાય. કારણકે તેમા ઍંટીઑક્સિડેંટ્સ , વિટામિન્સ અને મિનરલસ રહેલા હોય છે. લગભગ ૩/૪ કપ મા આશરે ૬૨ કેલરિ અને ૧૬ ગ્રામ કાર્બ હોય છે. જો દહી સાથે લેવામા ડેસર્ટ બને છે.

 

૨. પીચ :

               પીચ ખૂબ સરસ સુગંધિત અને રસ વાળુ ફળ છે, જેમા ભરપુર માત્રા મા વિટામિન ઍ અને વિટામિન સી રહેલા હોય છે,તેમા પટેસીયમ અને ફાઈબર્સ પણ રહેલા છે, ઍક હેલ્થી પીણા તરીકે પીચ વાળી આઇસ ટી લઈ શકાય, જી ખૂબ જે સ્વાદિષ્ટ લાગે છે.

 

૩. સફરજન:

               ‘An apple a day keeps a doctor away’ ની કહેવત તો બધા ઍ સાંભળી જ હશે, તેમા ૭૭ કેલરિ અને ૨૧ ગ્રામ કાર્બ , ફાઈબર્સ અને વિટામિન સી પણ રહેલા છે.

 

૪. ઑરેંજ:

              ૧ નારંગી ખાવાથી આખા દિવસ નુ વિટમિન સી મળી રહે છે. જેમા ૬૨ કેલરિ અને ૧૫ ગ્રામ કર્બ રહેલુ છે. તેમા ફોલેટ અને પટેસીયમ હોવાથી બ્લડ પ્રેશર ને નિયંત્રણ મા રાખવાની મદદ કરે છે.

 

૫. પેયર:

              તેમા વિટામિન કે રહેલુ છે અને, ફાઈબર્સ નો ઉત્તમ સોર્સ છે. સ્પીનેચ ના સલાડ જોડે પેયર ની સ્લાઇસ કરીને નાખવામા આવે તો તે ખૂબ સરસ લાગે છે.

 

૬. કીવી:

              હજુ જો તમે આ ફળ ટ્રાઇ ના કર્યુ હોય તો કરવુ ખૂબ જરૂરી છે, કારણકે તેનો સ્વાદ ખૂબ સરસ હોય છે, અને તેમા લગભગ ૫૬ કેલરિ અને ૧૩ ગ્રામ કાર્બ રહેલુ છે, તે ફ્રીજ મા લગભગ ૩ અઠવાડિયા સુધી સારા રહે છે.

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)