એપિલેપ્સી – વાઈને જડમૂળથી મટાડતો આયુર્વેદનો વૈજ્ઞાનિક અભિગમ

એપિલેપ્સી – વાઈને જડમૂળથી મટાડતો આયુર્વેદનો વૈજ્ઞાનિક અભિગમ

જો તમે આર્ટ – કલામાં રસ ધરાવતા હો તો તમે ફ્લાવર વાઝના નામના પેઈન્ટિંગથી પરિચિત હશો. આ પેઈન્ટિંગ મશહૂર ચિત્રકાર વિનસેન્ટ વાન્ગોગે (Vincent Van Gogh) બનાવ્યું હતું.

આવા જગપ્રસિદ્ધ પેઈન્ટિંગ આપનાર મહાન કલાકારને એક દર્દ હતું – એપિલેપ્સી. આ દર્દના ચિત્રકાર વાન્ગોગ જ નહીં, પરંતુ નેપોલિયન બોનાપાર્ટ (Napoleon Bonaparte), આલ્ફ્રેડ નોબેલ (Alfred Nobel), જ્હોન્ટી રહોડ્સ (Jonty Rhodes) જેવી મહાન વ્યક્તિઓ પણ હતી.

આમ છતાં, તેઓ તેમના દર્દથી નિરાશ થઈને બેસી નહોતા રહ્યા. તેમના કામમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખ્યા વગર આ બધી વ્યક્તિઓ સફળતાના શિખરે પહોંચી હતી.

એપિલેપ્સી:Epilepsy

મગજના કોષોમાં એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ સતત ચાલ્યા કરતો હોય છે, જે રાસાયણિક રીતે એક કોષમાંથી બીજા કોષમાં પસાર થાય છે, જેની એક ચોક્કસ ગતિ હોય છે. લય હોય છે. આ એક ઇલેક્ટ્રિકલ પ્રક્રિયા છે.

આ વિદ્યુત તરંગો તેની નિયત ગતિ કરતાં વધુ પ્રમાણમાં પેદા થવા માંડે છે. (જો કે આવા તરંગોની ગતિ થોડા સમય પૂરતી વધતી હોય છે.) જેને કારણે શરીરમાં ઝાટકા આવવા માંડે છે, અથવા ધ્રુજારી પેદા થાય છે.આ સમસ્યાને ખેંચ, ફીટ કે વાઈન નામથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં આને એપિલેપ્સી કહે છે.

એપિલેપ્સીના કારણો:

 • મસ્તિકમાં લોહીનું પરિભ્રમણ ઓછું થવું.
 • લોહીમાં સાકરનું પ્રમાણ ઘટી જવું.
 • મનનો તાવ કે મગજના ટી.બી. જેવા અન્ય સંક્રામક દર્દો થવા.
 • બાળકના જન્મ વખતે થતી ઇજા કે જન્મ પછી તરત રડતા વાર લાગે ત્યારે મસ્તિષ્કના કોષોને પડતી ઓક્સિજનની ઉણપ.
 • મગજમાં ગાંઠ – ટ્યુમર હોય.
 • પડવા, વાગવાથી કે એક્સિડન્ટથી થતી માથાની ઇજા.

મગજમાં પેદા થતાં વિદ્યુત તરંગોને E.E.G. દ્વારા માપી શકાય છે. આ ઉપરાંત મસ્તિષ્કમાં કોઈ રચનાત્મક ખામી છે કે નહીં એ જાણવા માટે C.T. Scan (સીટી સ્કેન) કે M.R.I. (એમ.આર.આઇ) કરાવવાની જરૂર પડે છે.

હિસ્ટીરિયા (Hysteria) અને વાઈ (Epilepsy) બંનેમાં ખેંચ (convulsion) આવતી હોય છે. આમ છતાં બંનેની ઓળખ માટે બન્ને વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે.

Read More: આ અલ્ઝાઇમર શું છે?

વાઈ (એપિલેપ્સી Epilepsy):

 • વાઈ એ મગજના ચેતા તંત્ર સાથે સંકળાયેલી સમસ્યા છે.
 • દર્દી બેભાન થઈ જાય છે. દર્દી સમતોલન ગુમાવી દે છે. પડવા, વાગવાથી લોહી નીકળે અથવા ક્યારેક મોટો અકસ્માત પણ થઈ શકે છે.
 • વાઈમાં શરીર કડક થઈ જાય. પછી આંચકી આવે છે. ખેંચ બેથી પાંચ મિનિટ સુધી રહે છે.
 • વાઈની ખેંચમાં દાંત બંધ થઇ જીભ કચડાવાથી ક્યારેક લોહી પણ નીકળે છે.
 • વાઇની ખેંચ કોઈ પણ સમયે, ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે. બંધ બાથરૂમમાં કે રસ્તા પર પણ આવે.
 • વાઈની ખેંચમાં ક્યારેક પેશાબ થઈ જાય. દર્દી ચીસ પાડી ઉઠે કે અસંબદ્ધ બોલવા માંડે. ખેંચ આવ્યા બાદ દર્દી અર્ધો બેભાન જેવો થઈ જાય છે.

હિસ્ટીરિયા (Hysteria):

 • સંપૂર્ણ માનસિક બીમારી માનવામાં આવે છે. હિસ્ટીરિયાની ખેંચમાં સબ કોન્શિયસ માઇન્ડમાં રહેલો અસંતોષ કારણ હોય છે.
 • દર્દી બેભાન થઈ જતો નથી.
 • હિસ્ટીરિયાની ખેંચમાં દર્દીનું શરીર એકદમ લાકડા જેવું કડક થઈ જાય છે.
 • હિસ્ટીરિયાની ખેંચમાં દાંત બંધાઈ જાય, પણ જીભ કચરાતી નથી.
 • હિસ્ટીરિયાની ખેંચ મોટેભાગે કોઈકની હાજરીમાં આવે. ઊંઘમાં ખેંચ નથી આવતી.
 • ઘરમાં થતા કંકાસ-કજીયા, અસંતોષ, હિસ્ટીરિયાની ખેંચ લાવવામાં કારણ બને છે. માટે દર્દીએ સહાનુભૂતિની હુંફ – લાગણીની જરૂર હોય છે.

Read More: કબજીયાત(Constipation) ની તકલીફ ની દૂર કરવા શુ કરવુ જોઇઍ?

આયુર્વેદ:

આયુર્વેદમાં વાઈ – ખેંચને અપસ્માર કહે છે. થોડી ક્ષણો કે એથી વધુ સમય માટે સ્મૃતિજ્ઞાન જતું રહે તે અપસ્માર. ચિંતા, શોક વગેરે માનસિક કારણોથી દોષોનું સંતુલન ખોરવાય છે. વિકૃત થયેલા દોષો હૃદયસ્ત્રોતમાં જઈઅપસ્માર નામની સમસ્યા પેદા કરે છે. અપસ્મારનો દર્દીને અંધકારમાં ખેંચાતો હોય તેવી પ્રતીતિ થાય, હાથ-પગ પછાડે, ધ્રુજારી થાય, દાંતના ઉપર-નીચેના જડબા ફીટ થઈ દાંત ભીડાય, શ્વાસોચ્છવાસની ગતિ વધી જાય.મોંમાંથી ફીણ નીકળે. શરીર ઠંડું કે ગરમ થઈ જાય.

ઉપચારક્રમ:

આધુનિક વિજ્ઞાન એપિલેપ્સીને મગજ નો રોગ કહે છે. પરંતુ આયુર્વેદ તેને હૃદય સાથે સંકળાયેલા તંત્રની વિકૃતિને કારણે થતો રોગ માને છે.

સ્મૃતિ વગેરે જ્ઞાન અને ચેષ્ટાઓનું મૂળ મગજ છે. મગજની તમામ પ્રવૃત્તિઓ રસ અને રક્તના પરિભ્રમણ પર આધારિત હોય છે. રક્તનો પુરવઠો ધીમો પડે કે અવરોધને કારણે પર્યાપ્ત માત્રામાં ન પહોંચે તો મસ્તિષ્કનીક્રિયાઓમાં અડચણ પહોંચે છે. માટે મગજમાં થતી વાઈ – અપસ્માર જેવી વિકૃતિનું મૂળ ઉદ્ભવસ્થાન પણ હૃદય સ્રોતસ છે.

એટલે ખેંચ – વાઈની સારવાર કરતી વખતે માત્ર મગજ નહિ પરંતુ હૃદયને પણ ધ્યાનમાં લેવું જોઈએ. તો જ તેનો મૂળગામી ઉપચાર થઈ શકે.

 

Read More: ડિમેન્શિયા શું છે?

બ્રાહ્મીઘૃત:

બ્રાહ્મીનો રસ, વજ, કઠ, શંખપુષ્પી અને ગાયનું જૂનું ઘી. ઉપર્યુક્ત ઔષધિઓને ગાયના ઘીમાં પકાવીને તૈયાર કરવામાં આવે છે, જેને બ્રાહ્મીઘૃત કહે છે.

अपस्मार हरम् परम् ǀ આયુર્વેદ મહર્ષિઓ કહે છે કે બ્રાહ્મીઘૃત નિયમિત લેવાથી વાઈનું દર્દ મટે છે. એકથી બે ચમચી સવારે-સાંજે લઈ શકાય.

આ ઉપરાંત સ્મૃતિસાગર રસ, નારસિંહવટી, શતાવરી વગેરે ઔષધો દોષો પ્રમાણે યોજી શકાય.

આહાર અને જીવનશૈલી:

તાજો રાંધેલો ખોરાક લેવો. વાસી ખોરાક ના જ લેવો. વિરુદ્ધ આહાર જેમ કે દૂધ સાથે ફળ, દૂધ સાથે ડુંગળી, દૂધ સાથે કઢી – દહીં – છાશ લેવાથી તરત જ દોષો પ્રકુપિત થાય છે, માટે તેનો ત્યાગ કરવો.

વડીલો અને પૂજનીય વ્યક્તિઓનું સન્માન કરવું. આખા શરીરે તલના તેલનું માલિશ કરીને ગરમ પાણીથી નહાવું. ઉજાગરા ના કરવા.

હિસ્ટીરિયાના દર્દીઓ ઉપર્યુક્ત આહાર-જીવનશૈલી, ઔષધો લઇ શકે છે. ઉપરાંત તેઓને કાઉન્સેલિંગની પણ જરૂર પડે છે.

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

9825368884

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)