ખરજવું થવાના કારણો શું છે? 

ખરજવું (Eczema) થવાના કારણો શું છે? 

 ખરજવું પેઢી દર પેઢી ચાલે છે. કેટલાક જીન્સના કારણે કેટલાક લોકોની ત્વચા અતિ સંવેદનશીલ  હોય છે. અતિ સક્રિય રોગપ્રતિકારક તંત્ર પણ એક કારણ હોય શકે છે.આ ઉપરાંત, ત્વચા અવરોધમાં ખામી પણ ખરજવામાં ફાળો આપે છે. આ ખામીઓ ત્વચા ની આદ્રતાને બહાર કાઢે છે અને જંતુઓ ને  અંદર આવવા દે છે.

ખરજવું (Eczema)કરતાં પરિબળો નિમ્નવત છે:

● તણાવ
● અમૂક પદાર્થો સાથે સંપર્ક જેમકે ઊન, કૃત્રિમ કાપડ અને સાબુ.
● ગરમી અને પરસેવો
● શીત, શુષ્ક આબોહવા
●  શુષ્ક ત્વચા

ખરજવું –Eczema ના લક્ષણો શું છે?

ખરજવા માં લગભગ હંમેશાં, તમારી ત્વચા માં ખંજવાળ આવશે અને પછી ફોલ્લીઓ દેખાશે.
લાક્ષણિક રીતે, ખરજવું આવુ દેખાય છે:
● સામાન્ય રીતે હાથ, ગરદન, ચહેરા અને પગ પર ખૂબજ ખંજવાળ વાળા, શુષ્ક અને જાડી ત્વચાના ચકાતા દેખાય છે.  (પરંતુ તે ગમે ત્યાં થઇ શકે છે). બાળકોમાં,ઘણીવાર ઘૂંટણ અને કોણીનો અંદરનો કરચલી  વાળો ભાગ પણ સામેલ થાય છે.
● ખંજવાળવા થી ત્વચા પર શુષ્ક ચકાતા અને પોપડા વાળા ખુલ્લા ચાંદા વિકસિત થાય છે, જેમાં ચેપ પણ લાગી શકે છે.
ડોકટરોને નિશ્ચિતપણે ખરજવું શા માટે થાય છે તે ખબર નથી.  ખરજવું નો સૌથી સામાન્ય પ્રકાર – એટોપિક ર્ડમેટાઈટિસ- એક એલર્જી જેવું છે. પરંતુ ત્વચાની બળતરા, જે પુખ્ત વયના લોકો કરતાં બાળકોમાં વધુ જોવા મળે છે, એ એલર્જીક પ્રતિક્રિયા નથી.
વર્તમાન વિચાર એ છે કે ખરજવું મિશ્રિત પરિબળોના લીધે થાય છે જેમાં નિમ્નલિખિત નો સમાવેશ થાય છે:
● અનુવાંશિકતા
● રોગપ્રતિકારક તંત્રની અસામાન્ય ક્રિયા
● પર્યાવરણ
● ત્વચા ને વધુ સંવેદનશીલ બનાવે તેવી પ્રવૃત્તિઓ
● ત્વચા અવરોધમાં ખામી ના કારણે આદ્રતા બહાર નીકળી જાય છે અને જીવાણુઓ અંદર પ્રવેશે છે.

ખરજવા-Eczema ના કારણો વિશે આપણે શું જાણીએ છીએ?

ખરજવાના કારણો વિશે શું પ્રખ્યાત છે તેની વધુ વિગતો આ પ્રમાણે છે:
ખરજવું ચેપી નથી.  તમને અથવા તમારાં બાળકો ને સંક્રમિત વ્યક્તિ ના  સંપર્કમાં આવવાથી ખરજવું થતુ નથી.
ખરજવું પેઢી દર પેઢી થાય છે. તે ખરજવાના વિકાસમાં આનુવંશિક ભૂમિકા સૂચવે છે.
મુખ્ય જોખમી પરિબળ જે સંબંધીઓ ને હોય અથવા હતા:
 
● ખરજવું
● દમ (અસ્થમા )
● મોસમી એલર્જી જેમકે હેય ફીવર (ફૂલમાંથી ઝરતી રજને કારણે થાય તેવું છીંક, ઉધરસ, માથોનો દુખાવો, વગેરેનું દરદ)
ડૉક્ટર્સ એ પણ જાણે છે કે તીવ્ર ખરજવું ધરાવતા બાળકોને આગળ જતાં  અસ્થમા અથવા અન્ય એલર્જી થતી હોય છે.

ખરજવું Eczema એલર્જીક પ્રતિક્રિયા નથી. 

આમ છતાં, મોટી સંખ્યામાં જે બાળકોને ખરજવું હોય છે તેમને અમુક ખોરાકની એલર્જી પણ હોય છે. એનો અર્થ એ નથી કે ડેરી, ઇંડા અને બદામ,અખરોટ, સીંગ ઇત્યાદિ સૂકા મેવા જેવા એલર્જી વધારતા ચોક્કસ ખોરાક – ખરજવું ધરાવતા બાળકોને ફરીથી ખરજવું કરે કે એને વધારે.  ચોક્કસ ખોરાકને તમારા બાળકના આહારમાંથી દૂર કરતા પહેલાં, આરોગ્ય સંભાળ પ્રદાતા સાથે વાત કરી ખાતરી કરો કે તમારા બાળકની પોષક જરૂરિયાતો પૂરી થાય.

ખરજવું Eczemaમાં ઉત્તેજકો ની ભૂમિકા

એક ઉત્તેજક ખરજવું નુ કારણ નથી પરંતુ તે તેને ફરી થી કરી શકે છે અથવા સ્થિતિ ને વધુ ખરાબ કરી શકે છે.
સૌથી સામાન્ય ઉત્તજક એ પદાર્થો છે જે ત્વચાને છંછેડે છે. દાખલા તરીકે, ખરજવા થી પીડિત ઘણા લોકો જ્યારે , ઉન અથવા માનવસર્જિત તંતુઓ ના સંપર્ક માં આવે તો તેમની સ્થિતિ વધુ ઉત્તેજિત થઈ શકે છે.
અન્ય વસ્તુઓના ઉદાહરણો કે જે ત્વચાને છંછેડી શકે છે,નિમ્નલિખિત છે:
● સાબુ ​​અને ક્લિનર્ઝસ
● પરફ્યુમ
● શનગાર નો સામાન
● ધૂળ અને રેતી
● ક્લોરિન
● સોલવન્ટસ
● પર્યાવરણના જંતુઓ
● સિગારેટનો ધૂમાડો
 રોગપ્રતિકારક તંત્ર પર અસર ના કારણે પણ સ્થિતિ ઉત્તેજિત થાય છે. દાખલા તરીકે, એવી વસ્તુઓ જે સ્થિતિ ને ઉત્તેજિત અથવા વધુ ખરાબ કરી શકે છે તે,નિમ્નલિખિત છે:
● શરદી કે ફલૂ
● બેક્ટેરિયલ ચેપ
● મોલ્ડ, પરાગ, અથવા પાળેલા પશુઓ ના વાળ જેવી
 એલર્જીક પ્રતિક્રિયાઓ
તણાવ પણ એક શક્ય ઉત્તેજક તરીકે ઓળખવામાં આવ્યો છે.
ક્રિયાઓ અને વાતાવરણ કે જે ત્વચાને શુષ્ક અથવા અન્યથા સંવેદનશીલ બનાવે છે તે સ્થિતિ ને ઉત્તેજિત કરી શકે છે. કેટલાક ઉદાહરણોમાં શામેલ છે:
●  લાંબા સમય સુધી પાણીના સંપર્કમાં રેહવું
● ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડુ રેહવું
● પરસેવો થયા પછી ઠંડુ પડી જવું
● ખૂબ ગરમ પાણી નુ સ્નાન અથવા શાવર લેવું અથવા લાંબા સમય સુધી સ્નાન કરવું
● સ્નાન પછી ત્વચા લુબ્રિકન્ટનો ઉપયોગ કરતા નથી
● શિયાળાની ઓછી આદ્રતા વાળી આબોહવા
● આખું વર્ષ શુષ્કતા હોય તેવા સ્થાન પર રેહવું
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)