ઘામીયા – ગૂમડાથી પરેશાન છો?

 

ઘામીયા – ગૂમડાથી પરેશાન છો?

વાદળોની આવન-જાવન આકાશમાં જોવા મળે છે. ઉનાળાની ઋતુ પૂરી થવામાં હોય અને ચોમાસું નજીક આવે ત્યારે ગરમીની સાથે વાતાવરણમાં ભેજનુ પ્રમાણ વધવા માંડે છે. પરસેવો ખૂબ થાય છે.

ઘામીયા – ગૂમડા boils:

ચામડી પર પરસેવાને કારણે ચીકણું લેયર (સ્તર) થઇ જાય છે, અકળામણ આવે છે. આ સમયગાળામાં ચામડી પર ચણી બોરથી માંડી સોપારી જેવા મોટા ગૂમડા થતાં હોય છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની ગરમીને ઘામ કહે છે, અને એટલે આ ઋતુ દરમિયાન થયેલા ગૂમડાને ઘામીયા કહે છે.

boils કેમ થાય?:

ચામડી પરના વાળ – રુંવાટીનાં મૂળમાં એક પ્રકારના ચેપ – ઇન્ફેક્શન થાય છે. એ ચેપથી આજુબાજુની ચામડી અને માસમાં ગઠ્ઠો પેદા થાય છે. ચામડીની નીચેના ભાગે પસ – પરુ પેદા થાય છે.

શરૂઆતમાં આછા ગુલાબી રંગનું નાનું ગૂમડું જોવા મળે છે. તેમાં ધીમે ધીમે પરુ અને મૃતકોષો એકત્રિત થાય છે. બહારથી ગૂમડાના ઊંડાણનો ખ્યાલ આવતો નથી. તેનું ઊંડાણ ઘણીવાર બે ઇંચ જેટલું પણ હોઇ શકે છે. આ પ્રકારના ગૂમડા શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓને આ પ્રકારના ગૂમડા ઝડપથી થાય છે.

ગૂમડા/boils થતાં અટકાવવા કેમ?

ઉનાળાની ઉનાળાની ઋતુમાં આમ પણ દિવસમાં બે-ત્રણ વાર શાવર લેવા જોઈએ, નહાવું જોઈએ. ચીકાશને કારણે વાળના મૂળમાં ફંગસ – ચેપ ઝડપથી થાય છે. અને ગૂમડાની શરૂઆત થાય છે. માટે આ દર્દમાં સ્વચ્છતાનું ખૂબ મહત્વ છે. ગૂમડાના ભાગને સ્પર્શ ના કરવો અને તેને લીમડાના પાનથી ઉકાળેલા પાણીથી વારંવાર ધોવું જોઈએ.

ખોરાકમાં શું ધ્યાન રાખવું?

ગરમ કરી શકાય તેવી ખાદ્યચીજો ન ખાવી જોઈએ. જેમ કે મરચા – મસાલાથી ભરપૂર ભાજીપાંવ, દાબેલી વગેરે તીખી – તળેલી ચીજો, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ જેમાં ટામેટા કે મેંદો વધારે આવતો હોય તેવી ચીજો આ ઋતુમાં ન ખાવી જોઈએ. લસણ – ડુંગળી ના ખાવા. ચામાં ગરમ મસાલો કે આદુ નાંખીને પીવાની ટેવ હોય તેમણે બંધ કરવી જોઈએ. ગંઠોડા – સૂંઠ – મરી જેઓ લેતા હોય તેમણે આ ઋતુ દરમિયાન ઓછા કરવા જોઈએ, અથવા બંધ કરવા જોઈએ. દહીં ન ખાવું.

ઉપચારક્રમ:

ગૂમડું પૂરેપૂરું પાકે નહી, ત્યાં સુધી તેમાંથી પસ નીકળતું નથી અને દબાવવાથી દુખાવો થાય છે. ગૂમડું ખૂબ જ મોટું થયું હોય તો ડોક્ટર પાસે ચેકો મુકાવી પસ પણ કઢાવી નાખવું જોઈએ, અને નિયમિત ડ્રેસિંગ કરાવવું જોઈએ.

ગુલાબી મલમ boils:

સિદ્ધયોગ સંગ્રહમાં ગુલાબી મલમનો ઉલ્લેખ છે. જેમાં રસકપૂર, ચંદનનું તેલ, સિંદુર, પુષ્પાંજન અને સો વાર ધોયેલું ઘી મુખ્ય ઘટક ઔષધિઓ હોય છે.

આ બધાનો સમન્વયથી ગુલાબી મલમ તૈયાર કરવામાં આવે છે. આ મલમ ઘામીયા પર લગાડવાથી ઝડપથી પાકી જાય છે, અને પસ – પરુ નીકળવા માંડે છે. કોટન – રૂથી પસ સાફ કરીને લીમડાના પાણીથી સાફ કરી મલમ લગાડી દેવો. આનાથી ઘામીયા ઝડપથી મટે છે.

લઘુ વસંતમાલતી:

શરીરમાં વધેલી ઉષ્માને શાંત કરવા લઘુ વસંતમાલતીની એક-એક ગોળી સવાર – બપોર – સાંજ લેવી જોઈએ.

વિરેચન ચૂર્ણ:

રાત્રે સૂતી વખતે એક ચમચી વિરેચન ચૂર્ણ લેવાથી શરીરની ગરમી ઝાડા વાટે નીકળી જાય છે.

કાંચનાર ગુગળ:

કાંચનાર ગુગળની બે-બે ગોળી ભૂકો કરીને સવારે – સાંજે લેવી. જેમને વારંવાર ગૂમડા થતા હોય તેઓ પણ આ ઉપચાર કરે તો હંમેશને માટે ફાયદો થાય છે.

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

gujarathealth365@gmail.com

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)