ગ્રીષ્મની ઓળખાણ આપતું સોનેરી ફુલતોરાથી આભૂષિત વૃક્ષ… ગરમાળો

 

દરબારી ઠાઠથી રાજમાર્ગોની શોભા વધારી ગ્રીષ્મની ઓળખાણ આપતું સોનેરી ફુલતોરાથી આભૂષિત વૃક્ષ… ગરમાળો

Bleeding

 

આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. એમ, થાઈલેન્ડનું રાષ્ટ્રીય ફૂલ ગરમાળાનું ફૂલ છે. વન ઉપવનમાં જેની શોભા શાહી ઠાઠવળી છે, તેવા આ ગરમાળાના વૃક્ષને સંસ્કૃતમાં રાજ વૃક્ષ કહે છે. એનું બીજું નામ છે આરગ્વધ. હિન્દીમાં એને અમલતાસ કહે છે. વનસ્પતિશાસ્ત્રીઓ તેને Cassia Fistula ના નામથી ઓળખે છે.

 

ગ્રીષ્મની કાળઝાળ ગરમીમાં બે વૃક્ષો તેના પુષ્પોના સૌંદર્યથી આંખોને ટાઢક આપે છે. એક રાતા પુષ્પોથી તરબતર થઇ જાય તે ગુલમોહર, અને બીજું પીળા ફૂલ તોરાથી રળિયામણો બની જાય છે તે – ગરમાળો.

 

ચામડીના દર્દ: Bleeding

 

ઉનાળામાં ગીરનું જંગલ પણ સૂકું – ભઠ્ઠ લાગે. ગરમીમાં આવા જંગલમાં ફરવાનું થાય ત્યારે લાગે કે આ ગિરિકંદરાઓ જાણે કે આપણા શરીરને બટકા ભરતી હોય, કરડતી હોય. પણ આ બધાની વચ્ચે મચ્છુ નામની નદી ઉનાળાના ધોમધખતા તાપમાં ખળખળ વહીને જંગલના પ્રાણીઓ અને જંગલના નેસવાસીઓની તરસને છીપાવે છે.

 

ગીરની ગિરિકંદરાઓમાં ફરતા એક માલધારી પાસેથી ગરમાળાનો એક ઉપચાર જાણવા મળ્યો.

 

ગરમાળાના પાંદડાંને પથ્થર પર લસોટીને લુગદી તેની લુગદી (પેસ્ટ – paste) બનાવવાની અને એને ખસવાળા શરીરના ભાગ પર લગાડવી. ખસ ચેપી રોગ છે. એટલે શરીરના બીજા ભાગ પર ન પ્રસરે એ માટે આખા શરીરની ચામડી પર ગરમાળાના પાંદડાની લુગદીનો લેપ કરવો. લગાડેલો લેપ સુકાય અને ચામડી તણાય – ખેંચાય એટલે ચોખ્ખા પાણીથી નહાવું.

 

માલધારીના કહેવા પ્રમાણે જો લગાડ્યા પછી ગૌમૂત્રથી નહાવામાં આવે તો થોડી બળતરા થાય, પણ ખસ જલદી મટી જાય છે. ગૌમૂત્રથી નાહ્યા પછી ચોખ્ખા પાણીથી નહાવું.

 

આ પ્રયોગ માત્ર ખસ નહી, પણ ખંજવાળ આવતી હોય તેવા તમામ ચામડીનાં દર્દોમાં ગરમાળાની પેસ્ટ લગાડવાથી ફાયદો થાય છે.

 

કરોળિયાના ડાઘ પણ ગરમાળાનાં પાંદડાંની લુગદી ઘસવાથી મટી શકે છે. કરોળિયાને મટાડવા માટે ગીરના નેસવાસીઓ સાબરનું શીંગડું ગરમાળાના પાંદડાના રસમાં ઘસીને તેનો લેપ કરે છે.

 

કેસિયા પલ્પ:

 

ગરમાળાનાં સોનેરી ફૂલતોરાઓ ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિના સુધી આપણી ચક્ષુઇન્દ્રિયને આકર્ષિત કરી ચિત્તને ચલિત કરી મોહ પમાડ્યા કરે છે. વર્ષાઋતુના આરંભે આ ફૂલતોરાઓ પોતાનું સામ્રાજ્ય સમેટી લે છે, અને તેની જગ્યાએ લાંબી – પાતળી, લીલી – લીલી સળીઓ જેવી શીંગો લહેરાવા માંડે છે. આખી વર્ષાઋતુ દરમિયાન પુષ્ટ થતી આ લીલી શીંગો દોઢથી બે ફૂટ જેટલી લાંબી અને એક ઇંચના વ્યાસવાળી ગોળાકાર નળી જેવી થઈ જાય છે.

 

હેમંત અને શિશિર ઋતુની કડકડતી ટાઢમાં ગરમાળાની શીંગો રંગ બદલે છે. અને ઘેરા કથ્થઈ – કાળા રંગની બની જાય છે. વસંત ઋતુમાં આ શીંગો સંપૂર્ણપણે પાકી જાય છે. પાકી ગયેલી શીંગોની અંદર ગોળ સિક્કા જેવડી પાતળી કાળા રંગના રસથી યુક્ત પતિકા નીકળે છે, તેની વચ્ચે ચપટા બી હોય છે. આ કાળા રસ યુક્ત પતિકામાંથી કેસિયા પલ્પ બને છે. જેને વ્યવહારિક ભાષામાં ગરમાળાનો ગોળ કહે છે.

 

કેસિયા પલ્પમાં ગુંદર, પેક્ટિન, સાકર, હાઇડ્રોક્સિમેથીલ, એન્થોક્વિનોન અને એક પ્રકારનું ઉડ્ડયનશીલ તેલ રહેલું છે. પલ્પનો દાહશામક ગુણ મળમાર્ગની બળતરા દૂર કરે છે, અને વેદનાહર ગુણ મરડામાં આવતી ચૂંકને દૂર કરે છે. પલ્પનો ગુણ અનુલોમન કરવાનો છે, તેથી કબજીયાત મટે છે. વળી તેની કોઈ આડઅસર ન હોવાથી ગર્ભવતી સ્ત્રીઓ, બાળકો અને તાવથી પીડાતા દર્દીઓ ઉપરાંત કોમળ પ્રકૃતિના દર્દીઓ પણ કેસિયા પલ્પનો ઉપયોગ કરી શકે છે.

 

Bleeding/એન્ટિ ઓક્સિડન્ટ:

 

આપણા શરીરમાં ફ્રી રેડિકલ્સ એટલે કે કેટલાક કણો મુક્ત રીતે ફરતા હોય છે. આ ફ્રી રેડિકલ્સની માત્રા વધી જાય અથવા તો તે વધુ સમય સુધી શરીરમાં ફરતા રહે તો કેન્સર, ડાયાબિટીઝ, હૃદયરોગ જેવા દર્દો પણ પેદા થાય છે. વનસ્પતિઓ પર સંશોધન કરતા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ગરમાળામાં એન્ટિ ઓક્સિડન્ટ ગુણ રહેલો છે. જેને કારણે ફ્રી રેડિકલ્સ ગરમાળાના રસાયણો સાથે જોડાય અને શરીરની બહાર નીકળી જાય છે. જેથી કેન્સર જેવા દર્દો થવાની સંભાવના ઘટી જાય છે. એ ઉપરાંત સંશોધકો એવું કહે છે કે ગરમાળાથી શરીરમાં ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતામાં અનેક ગણો વધારો થાય છે.

 

રક્તની ગરમી:Bleeding

 

ગરમ પ્રકૃતિની વ્યક્તિઓ, સતત ગરમ ગુણોવાળો ખોરાક ખાવાની ટેવો વાળી વ્યક્તિઓ કે ગરમ દવાઓના સતત ઉપયોગથી ઘણી વ્યક્તિઓને નસકોરી ફૂટવાની, દાંતમાંથી લોહી નીકળવાની કે ઝાડા વાટે લોહી પડવાની સમસ્યાઓ રહેતી હોય છે.

 

આયુર્વેદ માને છે કે આવી સમસ્યાઓમાં રક્તમાં પિત્તની માત્રા વધતાં રક્તવાહિનીઓ તૂટી જતા રક્તનો સ્રાવ થાય છે.

 

ઉપચાર:

 

ગરમાળાનો ગોળ દસ ગ્રામ અને દસ ગ્રામ આમળાંનો પાવડર લઈ, બે કપ પાણીમાં ઉકાળી અડધો કપ બાકી રહે ત્યારે ગાળીને ઠંડુ પાડી તેમાં મધ અને સાકર નાખી પીવાથી લોહીની ગરમી મટે છે. શરીરના કોઈ પણ માર્ગથી થતો રક્તસ્ત્રાવ બંધ થાય છે.

 

વાતરક્ત – ગાઉટ:

 

ગાઉટનાં દર્દીઓને સાંધાઓમાં તીવ્ર પીડા થતી હોય છે. એમાં બ્લડ ટેસ્ટ કરતાં યુરિક એસિડની માત્રા વધે છે. ગાઉટમાં સાંધામાં દુખાવો અને સોજા પણ રહેતા હોય છે.

 

ઉપચાર:

 

૨૫ થી ૫૦ ગ્રામ જેટલો ગરમાળાનો ગોળ લઇ તેમાં પાંચ ગ્રામ ત્રિફળાનું ચૂર્ણ મેળવી એક વાટકી જેટલા પાણીમાં આખી રાત પલળવા દેવું. સવારે આ બધાંને મસળી તેનું પાણી કપડાથી ગાળી પી જવું.

 

આનાથી પેટ સરળતાથી સાફ આવે છે.

 

મળ નિર્હરણની સાથે દૂષિત પિત્ત પણ બહાર ધકેલાય છે. જેથી ગાઉટમાં ઝડપથી ફાયદો થાય છે, અને યુરિક એસિડ પણ ક્રમશઃ ઘટવા માંડે છે.

 

આમ, ગ્રીષ્મની ગરમીમાં આંખોનો ખોરાક બની જતો ગરમાળો મન અને આત્માને પ્રસન્ન પ્રસન્ન કરીને શરીરના સ્વાસ્થ્યમાં વધારો કરે છે.

 

 

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

gujarathealth365@gmail.com

 

 

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)