ચહેરા ની સુંદરતા વધારવાના ઉપાયો

પ્રાચીન વિજ્ઞાનીઓએ માત્ર શરીરનું સ્વાસ્થ્ય સુધારવાના માત્ર ઉપચારો  નહિ, પરંતુ તેને કેવી રીતે સુંદર રાખી શકાય  માટેના પ્રયોગો કર્યા હતા…

આપણી ભારતીય હિંદુ સંસ્કૃતિનાં ચાર મુખ્ય વેદો છે. તેમાં આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે.

અથર્વવેદ:

અથર્વવેદમાં ઘણી ઔષધિઓ અને ઘણા રોગો વિષેના વર્ણનો અને તેના ઉપચારો જોવા મળે છે.

અથર્વવેદના એક વર્ણન પ્રમાણે જમદગ્નિ નામના ઋષિએ તેમની દીકરીના ટૂંકા વાળનો ઉપચાર કર્યો હતો.  જમદગ્નિ ઋષિની દીકરીના માત્ર  ‘દ્વય અંગુલ’ એટલે કે માત્ર બે આંગળ જેટલા જ હતા. પરંતુ કેટલીકવનસ્પતિઓના રસનું સિંચન માથામાં કરીને એ બે આંગળ જેટલા વાળને ‘વ્યામ’ એટલે કે લગભગ ત્રણેક ફૂટ જેટલા લાંબા કર્યા હતા.

આમ, વેદકાલિન સંહિતાઓમાં શરીરના સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સૌંદર્ય વધારવાના ઘણા ઉપચારો જોવા મળે છે. જેમકે,

આંખ નીચેના કાળા કુંડાળા:

આંખ નીચેના કાળા કુંડાળાની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. આવી રીતના કાળા કુંડાળા થવા પાછળનાં ઘણાં કારણો છે. એમાં ખાસ કરીને સ્ત્રીઓને શરીર ધોવાવું અને લોહીની ઓછપ વધારે કારણરૂપ હોયછે. એક સર્વેક્ષણ અનુસાર ભારતની ૯૦ ટકા સ્ત્રીઓ લોહીની ઓછપ (એનિમિયા) થી પીડાય છે. પૂરતા પોષક આહારનો અભાવ મુખ્ય કારણ છે.

એનીમિક સ્ત્રીઓને પગની પીંડીમાં કળતર, અશક્તિ, થાક, અંધારા કે ચક્કર આવવા, વાળ ખરી જવા વગેરે લક્ષણો એક સાથે અથવા વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

આ ઉપરાંત, આંખ નીચેના કાળા કુંડાળા થવા પાછળના અન્ય કારણોમાં ઉજાગરા, હતાશા, ડિપ્રેશન અને જાતિય સુખની અતૃપ્તિ પણ હોય છે.

સારવાર:

લોહાસવ અને દ્રાક્ષાસવમાંથી બે-બે ચમચી દવા લઈ, તેમાં એટલું જ પાણી ઉમેરીને બે ટાઈમ જમ્યા પછી લેવું. આનાથી ભૂખ સારી લાગશે અને રક્તકણોનો ક્રમશઃ વધારો થતાં આંખના કુંડાળા ઘટશે.

શિયાળાની સિઝનમાં આમળાનો રસ એક ચમચી પીવાનો રાખવો.

ખીલ પછીના ખાડા અને કાળા દાગ:

ખીલની ફોડલીને દબાવવાથી એની અંદરથી  સફેદ કણી  જેવો પદાર્થ નીકળી જતો હોય છે. જેનાથી ખીલ મટી જાય છે અથવાતો વધારે પ્રમાણમાં વકરે છે. આ રીતે કરવાથી ઘણીવાર ખીલની જગ્યાએ ખાડો પડી જાયછે. આમ, વધારે વાર બનવાથી ચેહરાની કોમળ-કોમળ ત્વચા તેની સુંદરતા ગુમાવીને ઊંચી-નીચી થઈ જાય છે. ફોડલીને વધારે દબાવવાથી એ ભાગની સૂક્ષ્મવાહિનીઓ તૂટી જાય છે. એમાંથી રક્તનો સ્રાવ થાય છે.એમાંનું કેટલુંક લોહી છિદ્ર વાટે બહાર નીકળે છે. અને કેટલુંક ચામડીના પણ નીચે પ્રસરે છે, જે સમયાંતરે કાળું પડી જઈ ત્યાં કાળો દાગ થઈ જાય છે.

ચહેરા પરની કાળાશ:

આચાર્ય ચરક આ સમસ્યા માટેની આંતરિક પ્રક્રિયા વર્ણવતા કહે છે કે જેનું પ્રકુપિત થયેલું પિત્ત રક્તને મળીને સૂકાઈ જાય છે, એને કોઈ પ્રકારની વેદના વગરના કાળા દાગ થાય છે.

ચહેરા પરના કાળા દાગ તાપમાં વધારે ફરવાથી, માસિક મોડું આવે તો, અને માસિકની અનિયમિતતાથી વધતા હોય છે.

અકાળે કરચલીઓ (Wrinkles):

ચામડી પર નાની ઉંમરે કરચલીઓ પડી જતી હોય છે, જે સૌંદર્યની બાધક છે.

કુમકુમાદિ તેલ:

કુમકુમ એટલે કેસર જેમાં મુખ્ય ઔષધ છે તેવું કુમકુમાદિ તેલ. આંખ નીચેના કાળા કુંડાળા, ખીલ પછીના કાળા દાગ, ચહેરા પરની કાળાશ ઉપરાંત ચામડી પર પડતી કરચલીઓ આ તેલનું હળવા હાથે રોજ માલિશકરવાથી દૂર થાય છે.

કેટલાક લેપ:

વડના અંકુરને મસૂરની દાળ સાથે વાટી લેપ કરવાથી ચહેરા પરની કાળાશ દૂર થાય છે.

અર્જુન ચૂર્ણને દૂધ સાથે લસોટીને રોજ તેનો લેપ કરવામાં આવે તો ચહેરો ઉજળો અને ત્વચા ચમકીલી બને છે.

સૌંદર્યવર્ધક સૂચનો:

જેને કારણે સૌંદર્યમાં બાધા આવે છે જેવા કારણોથી દૂર રહેવાથી સુંદરતા વધે છે અને દીપી ઉઠે છે. જેમકે,

  • ઉજાગરા ન કરવા. યુવાવસ્થામાં કરેલા ઉજાગરા ઝડપથી ઉંમર વધારનારા ચિન્હોને પ્રગટ કરે છે. દિવસે ઊંઘવું નહીં.
  • રાત્રે મોડા ના જમવું. જમ્યા પછી વારંવાર ના ખાવું.
  • તાજો, સાત્વિક અને તમારી પ્રકૃતિને અનુકૂળ આવે તે ખોરાક ખાવાનો આગ્રહ રાખવો.
  • ઋતુ પ્રમાણેનાં જ ફળો ખાવા.
  • જમવામાં તલનું તેલ અને ગાયનું ઘી શ્રેષ્ઠ સ્નેહ-ચરબી છે.

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)