આ અલ્ઝાઇમર શું છે?

 અલ્ઝાઇમર/Alzheimer શું છે?

 

અલ્ઝાઇમર ફાઉન્ડેશન ઓફ અમેરિકાના મેમ્બર ડૉ. જ્યોર્જ પેરે (Dr. George Perez) જે ન્યુરોસાયન્ટિસ્ટ છે, તે કહે છે કે જો વધતી ઉંમર સાથે તમારી યાદશક્તિ ઘટતી જતી હોય તો એને અલ્ઝાઇમર ના માની બેસશો.

તારીખ 21/09/2015:

તારીખ 21મી સપ્ટેમ્બર વિશ્વમાં બે રીતે પ્રખ્યાત છે. એક તો ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ (International Day of Peace)  અને  (World Alzheimer’s Day) વર્લ્ડ અલ્ઝાઇમર્સ ડે.

World Alzheimer’s Day:

આવતીકાલે ૨૧મી સપ્ટેમ્બરના અલ્ઝાઇમર્સ ડેના નિમિત્તે એના વિશે વાત કરીશું.

તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વમાં મૃત્યુના જે કારણો છે, તેમાં  અલ્ઝાઇમર આઠમા ક્રમે છે.

એક સર્વેક્ષણ પ્રમાણે હાલ વિશ્વમાં  ૪૬.૮ મિલિયન લોકો અલ્ઝાઇમર થી ગ્રસ્ત છે. ભારત, ચીન જેવા વિકસતા દેશોમાં આ ઝડપથી પ્રસરી રહ્યો છે.

 અલ્ઝાઇમર/ Alzheimer શું છે?

1906 માં એલોઈસ અલ્ઝાઇમર (AloisAlzheimer) નામના જર્મન સાઇકિયાટ્રિસ્ટ અને પેથોલોજીસ્ટે સહુપ્રથમ આ રોગનું વર્ણન કરેલું છે. તેના પરથી આ રોગને અલ્ઝાઇમર ડિસીઝ (Alzheimer Disease – AD) કહેવામાં આવે છે.

મુખ્ય ચિન્હો:Alzheimer

યાદશક્તિ ઘટતી  જવી.

આંકડાઓ સાથેના કામમાં વારંવાર ભૂલો થયા કરે,

રોજિંદા કામમાં મુશ્કેલી પડે જેમ કે ઘર કે ઓફિસના રસ્તાઓ ભૂલી જવા,

તારીખ અને સમય ભૂલાઈ જવો,

વાંચવાની ક્ષમતા ઘટે,

રંગ પારખવાની શક્તિઓ ઘટી જાય.

બોલતી વખતે યોગ્યશબ્દો ના જડે,

મૂકેલી ચીજો ભુલાઈ જવી,

નિર્ણય ના લઈ શકે,

લોકોને મળવું ના ગમે,

કામ કરવું ના ગમે,

મૂડ સ્વિંગ્સ, ચીડ, ગુસ્સો વધી જાય.

કારણો:

નિષ્ણાતો હજુ સુધી આ રોગ થવાનાં કારણો શોધી શક્યા નથી. દર્દીના શરીરના રંગસૂત્રો, આબોહવા, રહેણીકરણી વગેરે કારણો ભેગા થઈને આ રોગ થઇ શકે છે, તેવું અનુમાન છે.

Alzheimer નિદાન:

AD એટલે કે અલ્ઝાઇમર ડિસીઝનું નિદાન સરળ કે ઝડપથી શક્ય નથી થતું. કારણ વધતી ઉંમર, ડિપ્રેશન, નબળાઈ વગેરેના લક્ષણો આ રોગના જેવા જ હોવાને કારણે ફરિયાદીની કેસ હિસ્ટ્રી ડિટેલમાં જાણ્યા પછી એની માનસિક સ્થિતિનું તારણ કાઢવામાં આવેછે. શારીરિક અને ન્યુરોલોજીકલ પરીક્ષણો કરવામાં આવે છે, જેમાં મગજનો E.E.G. અને M.R.I. જરૂર પ્રમાણે કરવામાં આવે છે.

એટલે કે આમાં ફિઝિશિયન ઉપરાંત ન્યુરોલોજીસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ અને સાઈકોલોજીસ્ટના સમૂહની નિદાન અને સારવારમાં જરૂર પડે છે.

Alzheimer ગેરસમજ:

આ રોગ અંગે ઘણી ગેરસમજો પ્રવર્તે છે. જેમાં આ મુખ્ય છે,

  • માત્ર 65 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને જ થાય છે, એવું ગેરસમજણ ભર્યું છે. 5% લોકોને 30, 40 કે 50 ની ઉંમરમાં પણ થઈ શકે છે.
  • સ્મૃતિનાશ કે યાદશક્તિમાં ઘટાડો માત્ર વધતી ઉંમરે જ થાય છે, પણ એવું હંમેશા નથી હોતું.
  • અલ્ઝાઇમરથી મૃત્યુ ના થઈ શકે, પરંતુ પાણી કે કોળિયો ઉતારતાં તકલીફ પડે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે તે ઘાતક બની શકે છે.
  • આ રોગ દવાઓથી મટી શકે છે. દવાઓથી રોગમાં ઘટાડો થઈ શકે અથવા થોડો સમય રાહત મળે પણ મટાડી શકાતો નથી.
  • એલ્યુમિનિયમના વાસણ વગેરે વાપરવાથી, કૃત્રિમ ગળપણ કે દાંતમાં ચાંદી પૂરવાથી અલ્ઝાઇમર થાય છે, એ ખોટું છે.

તારણ:

1906થી લઈને 2015 સુધીમાં આ રોગ ઉપર, તેના માટેની સારવાર, થેરપી, સંશોધનો થઈ ચૂક્યા છે. અનેક પુસ્તકો – જર્નલ્સ લખાઈને પ્રગટ થઈ ચૂક્યાં છે. આ બધાને અંતે એક તારણ એવું નીકળ્યું છે દવાઓથી ના મટાડી શકાતા આ રોગ માટે અન્ય વિકલ્પોશોધવા.

માટે જ, તાજેતરમાં – 2015 માં વૈજ્ઞાનિકોને દર્દીને લાઈફસ્ટાઈલ (lifestyle) માં વધારે રસ પડયો છે, અને એના ઉપર ફોકસ કરીને lifestyle નું મહત્વ અને એનો રોલ આ રોગ થવામાં કેટલો અગત્યનો છે તે ઉપર સંશોધન વધાર્યું છે.

આયુર્વેદ:

અહીંયા જ આયુર્વેદનું મહત્વ સમજાય છે. આયુર્વેદના મતાનુસાર દિનચર્યા, રાત્રિચર્યા તથા ઋતુચર્યા અનુસાર તથા પ્રકૃતિ-દોષ પ્રમાણેના આહાર-વિહારનું સેવન તમારા શરીરને અકાળે નબળું-વૃદ્ધ થતાં બચાવે છે.

ભારતમાં અમેરિકા કરતાં 5% ઓછા લોકો અલ્ઝાઇમર ડિસીઝ (AD) થી ગ્રસ્ત છે. અલ્ઝાઇમર ડિસીઝના ચિન્હો વાર્ધક્યના ચિન્હોની નજીક છે. આ રોગ ઉપર આયુર્વેદના બ્રાહ્મી, કૌંચા, અશ્વગંધા, હળદર, જસત – zinc, આમળા, અષ્ટાંગઘૃત વગેરેથી AD ઉપરસંશોધન થઈ ચૂક્યા છે અને નોંધપાત્ર અસરો જોવા મળી છે.

સાવધાન:

ગુજરાતની પ્રજા ઉત્સાહી અને સાહસિક પ્રજા છે. શહેરની હોટેલ કે કોઈ કાફે કે જમણવારમાં નવી વાનગી પીરસાઈ તો  હોંશે હોંશે ખાશે. ભલેને તે શેમાંથી, કેવી રીતે બનાવાઈ છે, તેના વિશે સંપૂર્ણ અજાણ હોય.

સ્વાસ્થ્ય:

મારા દર્દીઓને સ્વસ્થ રહેવા માટે મારી કાયમી સલાહ હોય છે કે તમારો જન્મ સ્ત્રી-પુરુષ (માતા-પિતા) ના બીજમાંથી થયો હોય, ગર્ભાવસ્થા દરમિયાન જે ખોરાક ખવાયો હોય, એ જ વસ્તુઓ તમારા શરીર માટે હિતકારી અને સાત્મ્ય એટલે કે માફક આવે. બાકીનીચીજો તમારા શરીર માટે અજાણ હોવાથી તેનું સમ્યક્ પાચન થવાની સંભાવના ઓછી હોવાથી તમને નુકસાન કરી શકે છે. અને આપણા ખોરાકમાંથી જ આપણા શરીરના કોષો અને મન પણ બને છે.

જો તમારા માતા-પિતા એ ચીઝ, મેંદો મશરૂમ, કૃત્રિમ અને પેક કરેલાં ફળોનો રસ કે વેફર્સ વગેરે ખાધા જ નથી, તો તમને એક કેવી રીતે પચી શકે? જરૂર છે માત્ર અવલોકન કરવાની. આનાથી ઘણી બધી એલર્જિક સમસ્સ્યાથી પણ ઉગરી જવાશે.

રાતના ઉજાગરા ના કરવા. ઉજાગરા વાયુનો પ્રકોપ કરાવીને કોષોની રચનામાં ફેરફાર કરાવી શકે છે. જે આનુવંશિક રોગોને પ્રોત્સાહન આપે છે.

દિવસે ઊંઘવું નહીં. દિવસે 15 મિનિટથી વધારે ઊંઘનારાને કફ અને આમ પેદા થાય છે. આમદોષ જે વિષ – toxins ની જેમ વર્તીને શરીરને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. બાળકો અને માંદા માણસોથી દિવસે ઊંઘી શકાય.

સિઝન પ્રમાણેનાં ફળો ખાવા. હાલ શિયાળામાં પ્રિઝર્વ કરેલો કેરીનો રસ અને બારેય મહિના તરબૂચ ખવાય છે, જે સ્વાસ્થ્ય માટે પડકારરૂપ છે. શાકભાજી પણ ઋતુ પ્રમાણેનાં જ ખાવા જોઈએ.

ઈર્ષ્યા, સ્પર્ધા, ચિંતા, ઉદ્વેગ જેવા માનસિક ભાવો સતત રહેવાથી કાળક્રમે મગજના કોષો ઉપર વિપરીત અસર જોવા મળે છે.

કબજીયાત:

હાલ ખોરાક, પાણી, રહેણીકરણી વગેરેના કારણે 10 માંથી 7 જણને કબજીયાતની ફરિયાદ હોય છે. તમારી પ્રકૃતિ-દોષને અનુકૂળ આવે તે રીતે ત્રિફળા, હરડે, અવિપત્તિકરણ ચૂર્ણ, ગરમાળો, એરંડભ્રષ્ટ હરિતકીમાંથી કોઈ પણ દવા લઈને પેટ સાફ થઈ જવા દેવું.જેનાથી દોષોનું સંતુલન રહે અને વિષ તત્વો શરીરની બહાર ફેંકાઇ જાય છે.

Myth:

કબજીયાત માટે પેટ સાફ કરવાની ફાંકી કે દવા લેવાથી આંતરડા નબળા પડી જાય છે, એ માન્યતા ખોટી છે. ત્રિફળા, હરડે, હીમેજ વગેરે તો રસાયન ઔષધો છે, જે વાર્ધક્યને રોકનારા છે.

–     વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા

9825368884

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)